
આગામી દિવસોમાં રાજયસભાની ચુંટણી યોજાવાની છે. જેમાં ભાજપના માળખામાં ફેરબદલ થવાના એંધાણો જોવા મળી રહ્યા છે. જેને લઇને ગઇકાલે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાધાણીની અધ્યક્ષતામાં ભાજપ પ્રદેશની બેઠક યોજાઇ હતી. જેમાં ભાજપનાં આગામી કાર્યકમોના આયોજન અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠક જીતુ વાધાણીની અધ્યક્ષતામાં મળી હતી. તેમજ મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને નેતાઓ હાજર હતા. મીટિંગમાં ચુંટણી જીતવા માટે શું આયોજન કરવુ તેમજ કોને કેટલી જવાબદારીઓ સોંપવી તે અંગે ચર્ચા વિચારણા થઇ હતી.