
પોરબંદરમાં નશાબંધી અમલીકરણ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદર શહેરમાં આવેલ પોલીસ અધિક્ષકની કચેરી ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં તાલુકાના નશાબંધી અમલીકરણ સમિતિની કાર્યવાહી નોંધ પર ચર્ચા કરાઇ હતી. તેમજ વર્તમાન પરિસ્થિતિ અને પોલીસની કામગીરી તથા નશાબંધીનો ઘનિષ્ઠ પ્રસાર પ્રચાર કરી વ્યસન છોડાવવા અંગેની જાગૃતિ આવે તેવા પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું. આ તકે જીલ્લા નશાબંધી અમલીકરણ સમિતિના સભ્યોના અભિપ્રાયો લઈ તેમના વિશે ચર્ચા કરી અમલવારી કરાવવા સૂચના આપવામાં આવી હતી. જીલ્લાના નશાબંધી અમલીકરણ સમિતિમાં પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલ સહિતના સભ્યો હાજર રહ્યા હતા.