
ગુજરાતમાં કોરોનાના સૌથી વધુ પોઝિટિવ કેસ અમદાવાદમાં નોંધાયા છે ત્યારે અમદાવાદના પૂર્વ વિસ્તારમાં કેસોની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ કાલુપુર ફ્રૂટમાર્કેટ અને શાકમાર્કેટને અનિશ્ચિત સમય સુધી બંધ રાખવાનો આદેશ કર્યો છે ઉપરાંત નહેરું બ્રિજ પણ બંધ કરવા સૂચના આપી છે. તો નહેરુબ્રિજ ઉપર હવે કોઈ પણ ખાનગી વાહન અવર- જવર કરી શકેશે નહીં. સાથેજ જમાલપુર અને એલિસબ્રિજને પણ બંધ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. તો અમદાવાદના કોટ વિસ્તારને બફર ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યો છે.. કોટ વિસ્તારના તમામ દરવાજાઓ પર ચેક પોસ્ટ બનાવવામાં આવી છે.. સાથેજ મનપા વિસ્તારમાં બેરીકટિંગ કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર વિજય નહેરાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે બુધવાર સવારથીજ કોટ વિસ્તારમાં 13 જગ્યા ઉપર કોરોના ચેક પોસ્ટ શરૂ કરવામાં આવ છે જ્યા સવારથી 10 હજાર લોકોનું ચેકીંગ કરવામાં આવ્યું છે.. તેઓએ જણાવ્યું કે ફાયરના તમામ વાહનો અને ડ્રોન દ્વારા સેનિટાઈઝિંગ કરવામાં આવી રહ્યું છે.. 700 ટીમ શહેરમાં કામ કરી છે.
તેઓએ જણાવ્યું કે, અમદાવાદમાં મેગા સર્વેલન્સ કરવામાં આવશે. તો ગુરૂવારથી કોટ વિસ્તારમાં મોટા અભિયાનની શરૂઆથ કરવામાં આવશે જેમાં એક સાથે એક દિવસમાં વિસ્તારના તમામ લોકોનું ચેકીંગ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે એએમસી દ્વારા મંગળવારે મોબાઈલ મેડિકલ વાન શરૂ કરવામાં આવી છે જે ક્લસ્ટર કોરન્ટાઈ વિસ્તારમાંથી સેમ્પલ લેવાનું કામ કરે છે.. તો તેઓએ કહ્યું કે- રેન બસેરામાં પણ ચેકિંગ કરવામાં આવશે, રસ્તા પર દેખાતા ભિખારી અને બેઘર લોકોને રેન બસેરામાં ખસેડવામાં આવશે. સાથેજ વિસ્તારમાં ઘનિષ્ટ રીતે ઘરે જઈને તમામ જગ્યાઓ પર સર્વેલન્સ કરવામાં આવશે. વિજ્ય નેહરાએ કહ્યું કે આવનારા દિવસોમાં કોરોનાના નોંધાપાત્ર કેસોમાં વધારો થશે, સર્વે મુજબ એક કોરોના પોઝિટિવ દર્દી 1 મહિનામાં 400 લોકોને ચેપ લગાડી શકે છે. જેથી મનપાના તંત્રને સૂચન કરવામાં આવ્યું છે કે તમામ ટીમો મૂકી કામગીરી કરવામાં આવે.. તેઓએ જણાવ્યું કે છેલ્લા 2 દિવસમાં 1250 સેમ્પલ લેવામાં આવ્યા છે અને એગ્રેસિવ ટેસ્ટિંગ સાઉથની સિસ્ટમ પર કામ કરવામાં આવી રહ્યું છે.. સાથેજ તેઓએ કહ્યું કે જ્યાં સુધી સ્થિતિ પર કાબુ નહીં આવે અને કેસોની સંખ્યામાં ઘટાડો નહીં થાય ત્યાં સુધી બફરઝોનને યથાવત રાખવામાં આવશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા 12 કલાકમાં અમદાવાદમાં એક પણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયો નથી.