////

કલમ 370ને લઈને મહેબૂબા મુફ્તીએ PM મોદી પર સાધ્યું નિશાન

જમ્મૂ કાશ્મીરમા પૂર્વ મુખ્યમંત્રી મહબૂબા મુફ્તીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું. જેમાં તેમણે કહ્યું કે, પીએમ મોદી આજે બિહારમાં વોટ બેંક માટે કલમ 370નો સહારો લઈ રહ્યાં છે. પરંતુ જ્યારે તે વસ્તુઓ પર નિષ્ફળ જાય છે તો તે કાશ્મીર અને 370 જેવા મુદ્દાઓને ઉઠાવે છે. તેઓ વાસ્તવિક મુદ્દા પર વાત કરવા ઈચ્છતા નથી. જ્યાં સુધી તે અમારા હકને પરત કરતા નથી, ત્યાં સુધી મને કોઇપણ ચૂંટણી લડવામાં કોઈ પ્રકારનો રસ નથી.

આ ઉપરાંત મહબૂબા મુફ્તીએ જણાવ્યું કે, જમ્મુ કાશ્મીરમાં 370ને બહાર કરવા સુધી મારો સંઘર્ષ ખતમ નહી થાય. મારો સંઘર્ષ કાશ્મીર સમસ્યાના સમાધાન માટે હશે. તેમજ ભાજપે બાબરી મસ્જિદની આસપાસ એવો માહોલ બનાવ્યો જાણે તે ક્યારેય હતું જ નહી. ચીને લદ્દાખમાં 100 વર્ગ કિમીથી વધુ જમીન પર કબજો કરી લીધો. ચીને 370ને દૂર કરવા ભારત દ્વારા કરવામાં આવેલા પરિવર્તનો પર ખુલ્લીને આપત્તિ વ્યક્ત કરી છે. તે આ વાતનો ઇનકાર ન કરી શકે કે જમ્મૂ કાશ્મીર ક્યારેય પણ આંતરરાષ્ટ્રીય સ્તર પર એટલું પ્રસિદ્ધ ન હતું, જેટલું અત્યારે છે.

જોકે મહબૂબા મુફ્તીને કલમ 370 દૂર કરતાં પહેલાં પોલીસે કસ્ટડીમાં લઇ લીધા હતા. મહબૂબા મુફ્તીને 434 દિવસ પછી મુક્ત કરવામાં આવ્યા છે. ત્યારબાદ મહબૂબા મુફ્તીએ 370ની ફરીથી બહાલી માટે મુહિમ શરૂ કરી છે. જેમાં જમ્મૂ કાશ્મીરના તમામ રાજકીય પક્ષ એકસાથે આવી ગયા છે.

Leave a Reply

Your email address will not be published.