//

મહેસાણા મારુતિ કંપનીના કર્મચારીઓની બસ અટકાવી કોરોના વાયરસ અટકાવવા રજૂઆત

મહેસાણાના બહુચરાજી નજીક આવેલી મારુતિ સુઝુકી કંપનીમાં હજારો લોકો કામ કરે છે તેના કારણે કોરોના વાયરસનો ચેપ થવાનો ભય છે તેથી જાગૃત નાગરિકે ચેપ અટકાવવા અને મારુતિ સુઝુકી કંપની લોકડાઉન કરવા તંત્રને રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે આજે સવારે મારુતિ સુઝુકીમાં જતા કર્મચારીઓની બસને વહીવટી તંત્રએ અટકાવી હતી અને બસમાં સવાર કર્મચારીઓને બસ માંથી ઉતારી કંપનીમાં જવાને બદલે પોતાના જ ઘરે જવાની સલાહ આપ્પી હતી સમગ્ર મામલે મહેસાણાના જાગૃત નાગરિક હર્ષ મહેતા રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે તંત્ર હરકતમાં આવ્યું હતું અને તુરંત કાર્યવાહી કરી હતી

બહુચરાજીમાં હાલ કલમ 144 લાગુ છે એક થી 4 લોકો કે તેનાથી વધુ ભેગા થઈના શકે પરંતુ કંપની દ્રારા પોતાની પ્રોડક્ટ કાર્યવાહી બંદ ના થાય તેથી કંપની ચાલુ રાખી અને વેપાર કરતા હતા તેવા સમયે જાગૃતિ દાખવી કોરોના વાયરસ અટકાવવા જહેમત ઉઠાવી હતી બહુચરાજીમાં ઓટો મોબાઇલ કંપની મારુતિ દ્વારા  144 કલમ  ભંગ કરાતા મહેસાણા પોલીસ તાબડતોબ આવી હતી અને કંપનીની તમામ બસો 9 લક્ઝરીને  ડિટેન કરી  કરાઈ કાર્યવાહી મહેસાણા પોલીસ દ્વારા ધારા 144નો ભંગ મામલે કરાઈ કાર્યવાહી એક જાગૃત નાગરિક તરીકે પોતાની ફરજ અદા કરી હજારો લોકો કોરોના વાયરસથી બચે તેવો પ્રયાસ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.