///

અમદાવાદ કરફ્યૂના કારણે મહેસાણા ST ડિવિઝને 48 રૂટ રાખ્યા બંધ

કોરોનાના વધતા સંક્રમણને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે અમદાવાદ સહિત સુરત, વડોદરા અને રાજકોટમાં પણ રાત્રિ કરફ્યુનો નિર્ણય લીધો છે. ત્યારે આજથી અમદાવાદમાં સંપૂર્ણ કરફ્યુ લાગૂ કરવામાં આવ્યું છે. જેને પગલે એસટી બસોના પ્રવેશ પર અમદાવાદમાં રોક લગાવી દેવામાં આવી છે. જેના પગલે મહેસાણા એસટી ડિવિઝન તરફથી અમદાવાદ તરફ અવરજવર કરતા 48 જેટલા બસ રૂટને બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

મોટી સંખ્યામાં મુસાફરો મહેસાણાથી અમદાવાદ તરફ એસટી બસોમાં અપડાઉન કરતાં હોય છે. જો કે આજે રાતથી અમદાવાદ-મહેસાણા વચ્ચે દોડતી બસોના 48 જેટલી બસોના રૂટો બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. જેના પગલે બેચરાજી ડેપોના 3, ચાણસ્મા ડેપોથી 6, હારિજના 4, કડી-4, ખેરાલુ-3, કલોલ-1, મહેસાણા-6, પાટણ-9, ઊંઝા-9, વડનગરના 2 અને વિસનગર ડેપોના એક રૂટનો સમાવેશ થાય છે.

નોંધનીય છે કે, અમદાવાદમાં કોરોના બેકાબુ થતા કરફ્યુ લાદવાના પગલે દિવાળીના તહેવારો દરમિયાન મહેસાણાની આસપાસના ગામડે આવેલા મુસાફરોએ અમદાવાદ તરફ દોટ મૂકી હતી. મુસાફરોના ધસારાના જોતા એસટી વિભાગ દ્વારા અમદાવાદ-મહેસાણા રૂટ પર વધારાની 22 બસો પણ દોડાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.