/

મેટ્રોની યોજના લીક થઇ જતા અધિકારીઓમાં દોડધામ – જાણો સંપૂર્ણ વિગતો

આજકાલ લગ્રપ્રસંગોમાં હોય કે પછી બર્થડે ર્પાટી હોય લોકોમાં ફોટોગ્રાફીનો ભારે ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. હાલમાં જ પ્રી-વેડિંગ ફોટોશૂટ માટે મેટ્રોના કોચ ભાડે આપવામાં આવશે તેવી માહિતી બહાર આવી હતી. મેટ્રોની જીએમઆરલીએલની યોજના લીક થઇ હતી. જેથી મેટ્રો અધિકારીઓમાં દોડધામ મચી છે.

જન્મણી ઉજવણી હોય કે પ્રિ-વેડિંગના મેટ્રોમાં ફોટોશુટ માટેની ચર્ચા વિચારણા ચાલી રહી હતી. તેમાં મેટ્રોનાં કોચમાં જન્મદિવસની ઉજવણી માટે ૫૦ મિનિટનાં ૮૦૦૦ રૃપિયા નક્કી કરવામાં આવ્યા હતાં. જયારે શણગારેલા મેટ્રોનાં કોચ માટે ૨૦૦૦૦ રૃપિયા નક્કી થયા હતાં. જો કોઇને વધારે શણગારેલો કોચ જોઇતો હોય તો તેનો અલગથી ખર્ચ જોવા મળશે. ફોટોશુટ માટેની અલગ-અલગ કેટેગરીમાં બુકિંગ કરાવાનું રહેશે. તેમજ નક્કી કરેલા તારીખના ૧૫ દિવસ અગાઉથી બુકિંગ કરાવવાનું રહેશે. પ્રી-વેડિંગ તેમજ બર્થડે પાર્ટીના ફોટોશુટ અને ઉજવણીને સરળ બનાવવા માટે તેમજ યુવા પેઢીમાં ફોટોગ્રાફીનો શોખ જોતા જીએમઆરસીએલ મેટ્રોની યોજનાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું. પરંતુ મેટ્રોના અધિકારીઓએ જાહેરાત કરી નહતી. જેથી આ યોજના બહાર પડતા મેટ્રો અધિકારીઓમાં દોડધામ મચી છે.

Leave a Reply

Your email address will not be published.