/

રાજકોટમાં ટૂંક સમયમાં શરૂ થશે માઈક્રો બાયોલોજી લેબોરેટરી

દેશભરમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં હવે કોરોના સેમ્પલનું પરિક્ષણ કરવામાં આવશે. રાજકોટમાં આવેલ માઈક્રો બાયોલોજીની વાયરોલોજી લેબોરેટરીમાં કોરોનાનું પરિક્ષણ કરાશે. તો કોરોના ટેસ્ટ માટે બાયો સેફ્ટી કેબિનેટ મશીન પણ વિકસાવવામાં આવ્યું છે. તો આ મશિનમાં પરિક્ષણ કરવા પ્રથમ સેમ્પલ દિલ્હીથી લાવી રિપોર્ટ મોકલવામાં આવ્યો હતો. પ્રથમ સેમ્પલનું યોગ્ય પરિક્ષણ થતા સ્વોબ ચકાસણી માટે રાજકોટને મંજૂરી પ્રમાણપત્ર મળ્યું છે.. તો દ્વ્રારા આગામી ટુંક સમયમાં લેબોરેટરી શરૂ કરવામાં આવશે જેના માટે જિલ્લા કલેકટર દ્વ્રારા 3 લાખ 50 હજારના ભંડોળની વ્યવસ્થા કરવામાં આવી છે. દિવસભરમાં મળી રહેલા રાહતના સમાચાર પૈકી હવે રાજકોટમાં કોરોનાના વધુ ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા છે જેની સાથે રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યમાં વધારો થયો છે અને કેસનો અંક 8 સુધી પહોંચ્યો છે.

Leave a Reply

Your email address will not be published.