//

કરોડોનો વ્યવહાર થશે ઠપ્પ 8 દિવસ સુધી બેન્ક બંધ જાણો તારીખ !!

સરકારી તમામ બેંકોં ૮ માર્ચથી ૧૫ માર્ચ બંધ રહે છે. માર્ચ મહિનામાં સતત ૮ દિવસ બેંકોંમાં કોઇ કામ થશે નહીં. આટલા લાંબા સમયથી તમામ કામ અટવાયેલા હોવાથી તમારા પૈસા અથવા ચેકનો વ્યવહેર કરવામાં આવશે નહીં. બેંન્કો બંધ રહેવાથી ચેકને રોકડ કરવાને લઇને પૈસાની તંગી થઇ શકે છે. સરકારી બેંકોનાં અધિકારીઓએ જણાવ્યું કે, ૮થી ૧૫ માર્ચની વચ્ચે જાહેર ક્ષેત્રની બેંકોંમાં કામ સંપૂર્ણ ઠપ થઇ જશે. રવિવારે ૮ માર્ચનાં રોજ હોળીને કારણે મોટાભાગનાં રાજયોમાં બેંકો બંધ છે. યુનિયન બેંન્ક એમ્પ્લોઇઝ ફેડરેશન ઇન્ડિયા અને સરકાર સંચાલિત બેંકોની  ઇન્ડિયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશને તેમની માંગણીઓ અંગે ૧૧ થી ૧૩ માર્ચથી દેશ વ્યાપી હડતાળ પર ઉતરવાનાં છે. જયારે ૧૪ અને ૧૫ માર્ચનાં રોજ બીજા શનિવાર અને રવિવારના કારણે બેંન્કો બંધ રહેશે. માર્ચનાં બીજા અઠવાડિયામાં કોઇ પણ કાર્ય કરવું શકય નથી

દેશવ્યાપી બેંકની હડતાળ કર્મચારીઓ પોતાની પગારની માંગ માટે હડતાળ પર ઉતરી જવાનામ છે.બેંન્ક કર્મચારીઓ અને અધિકારીઓનાં પગારમાં દર ૫ વર્ષે સુધારો કરવામાં આવે છે.જે નિયમ હેઠળ ૨૦૧૨માં છેલ્લે સુધારો કર્યો હતો. તેનાં પછી તેના પર કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. જેનાં કારણે હડતાળ પર ઉતરવાનો નિર્ણય લીધો છે.બેંન્કનાં અધિકારીઓએ વધુમાં જણાવ્યુ કે, કેટલાક રાજયોમાં ૯ માર્ચે હોળીની રજા નથી. જેના કારણે કામ આંશિક રીતે થઇ શકે છે. માર્ચનાં બીજા અઠવાડિયામાં ચેકને રિડિમ કરવા માટે કોઇ કાર્ય થશે નહીં. બેંન્કોમાંથી રોકડ ઉપાડ અથવા જમા કરાવવાનું કામ પણ બંધ રહેશે. બેંન્ક સંબંધિત મુશ્કેલીઓ ટાળવા માટે માર્ચનાં પહેલા અઠવાડિયામાં બેંક સંબંધિત કાર્યો પૂર્ણ કરવા માટે સલાહ આપવામાં આવી છે. 

Leave a Reply

Your email address will not be published.