///

દારૂબંધીની વાતો વચ્ચે દર મહિને કરોડો રૂપિયાનો દારૂ પકડાય છે જાણો આંકડા

ગુજરાતમાં દારૃબંધીની વાતો સરકાર કરી રહી છે. પરંતુ ગુજરાતમાં દારૃઓના અડ્ડાઓ કોના ઇશારે ચાલે છે. ગુજરાતમાં ચુસ્ત સુરક્ષા હોવા છતાં પણ ગુજરાતમાં દારૂ આવે છે કયાંથી? પોલીસ તેમજ તેમજ વહીવટદારોના અનેક વખત બુટલેગરો પાસેથી હફતા ઉઘરાવતા હોવાના વીડિયો પણ બહાર આવી ચૂકયા છે. ગુજરાતમાં દારૂબંધીનાં પોકળ દાવાઓ વચ્ચે રોજ-બરોજ ગુજરાતમાંથી દારૂ પકડાય છે. તેમજ ગુજરાતમાં બેરોકટોક વગર લોકો વાર તહેવારે કે પ્રસંગે જાહેરમાં દારૂ પીવે છે. જેમાં પોલીસે અનેક વખત દરોડા પાડયા પણ છે. દારૂબંધીના કાયદાના લીરેલીરા ઉડી રહ્યા છે. પરંતુ સરકાર ખાલી ગુજરાતમાં દારૂબંધી હોવાની ઢોલ નગારા પીતીને મોટી-મોટી મણકાછાપ વાતો જ કરી રહી છે. વિધાનસભાના બજેટ સત્રમાં કોંગ્રેસે મુખ્યમંત્રી વિજય રૂપાણી પાસેથી દારૂ બુટલેગરોના અડ્ડાઓ અંગે થયેલી ફરિયાદોનાં આંકડાઓ માંગયા હતાં. જેથી સરકારે લેખિતમાં આપતા હતાં.

ગાંધીજીનાં ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં ૪૯૮૪ બુટલેગરો તેમજ દારૂના અડ્ડાઓ ચાલતી હોવાની ફરિયાદ મળી છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો કુલ ૯૦૮૧ પોલીસને  ઉરિયાદ મળી છે. જયારે દ્વિતીય ક્રમે સુરતમાં ૧૯૮૦ ફરિયાદો મળી છે. અને તૃતીય ક્રમે જુનાગઢમાં ૧૯૯ ફરિયાદો મળી છે. જયારે છોટાઉદેપુર અને મહીસાગરમાં દારૂબંધીનાં કાયદાનો ચુસ્ત અમલ થાય છે. જેમાં એકપણ ફરિયાદ મળી નથી. ગાંધીજીનાં ગુજરાતમાં બુટલેગરો જાહેરમાં પોલીસને હપ્તાઓ આપીને દારૃના અડ્ડાઓ બેરોકટોકવગર ચલાવે છે. સરકારના દારૂબંધીના દાવાઓ વચ્ચે ગુજરાતની નરી વાસ્તવિકતા સામે આવે છે.
સમગ્ર ગુજરાતની વાત કરીએ તો– અમદાવાદમાં- ૪૯૮૪, અમરેલીમાં-૧૧૯, અરવલ્લીમાં- ૨, આણંદમાં- ૪૪, કચ્છમાં- ૨૨, ખેડામાં-૨૦, ગાંધીનગરમાં-૨૦, ગીરસોમનાથમાં- ૧૨૮, જામનગરમાં-૧૨, જુનાગઢમાં-૧૯૯, ડાંગ-૨, તાપી-૨૩, દાહોદ- ૨૭, દેવભૂમિ દ્વારકા-૧૬, નવસારી-૨૪, નર્મદામાં- ૨૧, પંચમહાલ-૧૨, પાટણમાં-૫૨, પોરબંદર-૧, બનાસકાંઠામાં-૧૭, બોટાદમાં-૧૮, ભરૃચમાં-૨૨૫, ભાવનગરમાં-૫૬, મહેસાણામાં-૩૨૮, મોરબીમાં-૯, રાજકોટમાં-૧૦૪, વડોદરામાં- ૨૫૮, વલસાડમાં-૧૯, સાબરકાંઠામાં-૧૫૫, સુરતમાં-૧૯૮૦, સુરેન્દ્વનગરમાં-૫૯ ફરિયાદો મળી છે.
દારૂબંધીની વાતો વચ્ચે બુટલેગરોમાં અડ્ડાઓ જાહેરમાં ધમધમે છે પરંતુ પોલીસ કોઇ નક્કર કાર્યવાહી કરતી નથી. 

Leave a Reply

Your email address will not be published.