દેશ વ્યાપી લોકડાઉનના કારણે મનુષ્ય સહિત પશુ પંખીઓને પણ કપરી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા હિટવેવની આગાહી કરવામાં આવી છે એવામાં ગરમી વધતા અબોલ પશુ પંખીઓને મુશ્કેલી પડી રહી છે. તો લોકડાઉનના કારણે લકો બહાર નીકળી શકતા નથી જેથી પશુ- પંખીઓને પુરતું ચણ અને પાણી નથી મળી રહ્યું. પશુ- પંખીઓની પરિસ્થિતિ ધ્યાનમાં રાખી અને તેમના પ્રત્યે પ્રેમ દાખવી અન્ન અને નાગરિક રાજ્ય મંત્રી હકુંભા જાડેજા તળાવ કાઠે પક્ષીઓને ચણ નાખતા નજરે પડી રહ્યા છે.. આવી કપરી પરિસ્થિતિમાં મંત્રીની પંખીઓ માટે લાગણી જોઈ તમામ જનસેવક તેમની કામગીરીને બિરદાવી રહ્યા છે. અન્ન અને નાગરિક રાજ્ય મંત્રી હકુંભા જાડેજાનો તળાવ કાઠે પક્ષીઓને ચણ નાખતા વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.. ઉલ્લેખનીય છે કે લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્યના નાગરિકો સહિત અબોલ પંખીઓની પણ સરકાર દ્વારા સેવા કરવામાં આવી રહી છે
શું ખબર...?