/////

રાજ્ય કક્ષાનાં પ્રધાન વિભાવરીબેન દવે થયા કોરોના સંક્રમિત

રાજ્યમાં કોરોના વાઇરસનો ક્હેર વધ્યો છે. ત્યારે કોરોના વાઇરસની આ બીજી લહેર કહી શકીએ છીએ. કોરોનાની પ્રથમ વેવમાં પણ અનેક નેતાઓ કોરોના સંક્રમિત થયા હતાં. ત્યારે હવે બીજા વેવમાં રાજ્ય કક્ષાના પ્રધાન વિભાવરીબેન દવે કોરોના સંક્રમિત થયાના સમાચાર મળી રહ્યા છે.

વિભાવરી બેન દવે કોરોના સંક્રમિત થયા છે. જેને સારવાર માટે શહેરની યુ.એન.મહેતા હૉસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. કોરોના સંક્રમિત થયા હોવા અંગેની જાહેરાત ખુદ પ્રધાને ટ્વિટ કરીને કરી હતી.

“આજ રોજ મારો કોવિડ ટેસ્ટ પોઝિટિવ આવ્યો હોવાથી મારા સંપર્કમાં આવેલા તમામ લોકોને સેલ્ફ આઇસોલેટ થવા અને ટેસ્ટ કરાવવા અને પોતે સ્વસ્થ છે તેની ખાત્રી કરાવી લેવા અનુરોધ કરું છું. આપ સૌની શુભેચ્છા અને આશીર્વાદથી હાલ મારી તબિયત સ્વસ્થ છે.”

Leave a Reply

Your email address will not be published.