////

Covid-19નું સંક્રમણ રોકવા રિટેલ અને હોલસેલ માર્કેટ માટે ખાસ SOP જાહેર કરાઈ

દેશમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે, તેવામાં કેન્દ્ર સરકાર કોરોનાને કાબુમાં લાવવા માટે તમામ પ્રયાસો કરી રહી છે. આ વચ્ચે સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા કોવિડ-19નું સંક્રમણ રોકવા માર્કેટ માટે નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે.

કોરોના સંક્રમણ માર્કેટ પર એકઠી થતી ભારે ભીરભાડને કારણે ફેલાવવાનો વધુ ખતરો છે. જેને ધ્યાનમાં રાખીને સ્વાસ્થ્ય મંત્રાલયે SOP જાહેર કરી છે. આ ગાઈડલાઈન રિટેલ તેમજ હોલસેલ માર્કેટ બંને પર લાગુ થાય છે. SOP અંતર્ગત કન્ટેઈન્ટમેન્ટ ઝોનમાંથી બહાર માર્કેટ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે આ નવી ગાઈડલાઈનની માહિતી પોતાના અધિકારીક ટ્વિટર પેજ પરથી આપી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઈડલાઈનમાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકોને ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે. આ ઉપરાંત એ લોકોને પણ ઘરમાં રહેવાની સલાહ આપવામા આવી છે જેઓ ગંભીર બીમારીથી પીડિત છે.

સાથે જ આ નવી ગાઈડલાઈનમાં ગર્ભવતી મહિલાઓ તેમજ 10 વર્ષથી નાની ઉંમરના બાળકોને પણ ઘરની બહાર ન નીકળવા માટે જણાવવામાં આવ્યું છે. આ ગાઈડલાઈનને લઈને એન્ફોર્સમેન્ટ એજન્સીઓને યોગ્ય પગલા લેવાની સૂચના પણ આપવામાં આવી છે. આ ઉપરાંત સ્વાસ્થ્ય મંત્રાલયે હજારો લોકોને કોવિડ-19ને હળવાશમાં ન લેવાની સલાહ આપી છે.

Leave a Reply

Your email address will not be published.