//

આતુરતાનો અંત: ‘મિર્ઝાપુર 2’ રિલીઝ, જાણો ક્યાં જોઇ શકશો તમે આ સીરીઝ

ચાહકોની આતુરતાનો અંત આવી ગયો છે. મિર્ઝાપુર 2 રિલીઝ થઇ ચુકી છે. જો તમારે આ સીરીઝ જોવી હોચ તો અત્યારે જ એમેઝોન પ્રાઇમ વિડિઓ પર સ્ટ્રીમિંગ શરૂ છે. જેમાં તમે આ શ્રેણીને એમેઝોન પ્રાઇમ વીડિઓ પર જોઈ શકો છો. આ સિરીઝમાં પંકજ ત્રિપાઠી, અલી ફઝલ, દિવ્યેન્દુ શર્મા, શ્વેતા ત્રિપાઠી અને રસિકા દુગ્ગલ ફરી પોતાના પાત્રો ભજવતા જોવા મળશે. આ ઉપરાંત ઘણા નવા પાત્રો સામે આવી રહ્યા છે.

મિર્ઝાપુર 2 સિરીઝમાં પ્રેક્ષકોને આશ્ચર્યમાં મૂકવા માટે, આ લોકપ્રિય વેબસીરીઝ તેના નિર્ધારિત સમયના કેટલાક કલાકો પહેલાં જ રજૂ કરવામાં આવી છે.

જો સીરીઝના ભુમીકા અંગેની વાત કરવામાં આવે તો મિર્ઝાપુરની સિઝનમાં પંકજ ત્રિપાઠી ભૈયાની ભૂમિકામાં જોવા મળ્યા હતાં અને મિર્ઝાપુરમાં તેના નામની વાત કરે છે. તેઓ તેમની ડ્રગ્સ અને બંદૂકોના ધંધાને ફેલાવવા માટે તેમની ગેંગમાં ગુડ્ડુ અને બબલુને સામેલ કરે છે, પરંતુ કાલિન ભૈયાના પુત્ર મુન્ના તેના આ નિર્ણયથી ખુશ નથી. આ સિવાય ગુડ્ડુ એક એવી છોકરી સાથે લગ્ન કરે છે જેને મુન્ના કોલેજમાં પસંદ કરતો હોય છે. જે સિઝનન 1 માં તમે જોયુ જ હશે.

આ સિરીઝ ત્યાંથી આગળ ધપ્યા બાદ મુન્ના તેના પિતાની હત્યા કરવાની યોજના બનાવે છે, પરંતુ તે બચી જાય છે. આ સમગ્ર ઘટનામાં મુન્ના ગુડ્ડુ અને બબલુને દોષી ઠેરવે છે. બાદમાં સિરીઝના અંતમાં મુન્ના બબલુ અને ગુડ્ડુની પત્નીની હત્યા કરી હતી. મિર્ઝાપુર 2 માં, ગુડ્ડુ તેના ભાઈ અને તેની પત્નીનો બદલો લેશે, આ સાથે સાથે હવે ગુડ્ડુ પણ મિર્ઝાપુર પર શાસન કરવા માંગે છે.

Leave a Reply

Your email address will not be published.