/

મિર્ઝાપુર ફેમ ગુડ્ડુ પંડિતે પોતાની પહેલી સેલેરી અંગે કર્યો ખુલાસો

બોલિવૂડના કોઇ પણ સ્ટાર્સ ઇન્ડસ્ટ્રીમાં આવ્યા પહેલા કંઇકને કંઇક કામ કરતા જ હતા અને સ્ટ્રગલ પણ કરી હોય છે. જેમાં મિર્ઝાપુરના ગુડ્ડુ ભૈયા પણ સામેલ છે. તેઓએ તેમની પહેલી સેલેરી કેટલી હતી તે વિશે હાલમાં જાહેર કર્યુ હતું.

આ તકે અલીએ ટ્વીટ કરીને કહ્યું કે તેમની પહેલી સેલેરી 8000 રૂપિયા હતી. આ પૈસા તેમણે 19 વર્ષની ઉંમરમાં કમાયા હતી અને તે કોલ સેન્ટરમાં કામ કરતા હતાં. કોલેજની ફી ભરવા માટે અલીએ કોલસેન્ટરમાં કામ કર્યુ હતું.

સોશિયલ મિડીયા પર એક ટ્રેન્ડ ચાલી રહ્યો છે જ્યાં લોકો પોતાની પહેલી કમાણી કેટલી ઉંમરે કરી હતી તે કહી રહ્યાં છે. આ પહેલા અનુભવ સિન્હાએ પણ આ વિશે વાત કરી હતી.

અનુભવે સિન્હાએ કહ્યું હતું કે તેમણે 18 વર્ષની ઉંમરમાં 7માં ધોરણના વિદ્યાર્થીઓને ટ્યુશન આપતા હતા અને તેમાંથી તેમણે 80 હજાર રૂપિયા કમાયા હતાં. તે સમયે અનુભવ સિન્હા એન્જીનીયરિંગ કોલેજમાં ભણતા હતા અને તેમણે આ પૈસા પોતાના સ્મોકિંગનો શોખ પૂરો કરવા માટે કમાયા હતાં.

મહત્વનું છે કે અલીએ ઇન્ગલિશ અને હિન્દીમાં આવેલી શ્રીયા સરનની ફિલ્મ ધ અધર એન્ડ ઓફ ધ લાઇનમાં પહેલી વાર કામ કર્યુ હતું. આ ફિલ્મ 2008માં આવી હતી. બાદમાં અલી આમિર ખાનની ફિલ્મ 3 ઇડિયટ્સમાં જોય લોબોના પાત્રમાં નજર આવ્યા હતાં. પરંતુ અલીને 2013માં આવેલી ફૂકરેથી પોપ્યુલારિટી મળી હતી.

એમેઝોન પ્રાઇમની વૅબ સિરીઝ મિર્ઝાપુર બાદ તો અલી ફઝલ એકદમ છવાઇ જ ગયો છે. ગુડ્ડુ પંડિતના રોલ બાદ હવે અલીને કોઇ પણ જાતની ઓળખાણની જરૂર રહી નથી.

Leave a Reply

Your email address will not be published.