/

ધારાસભ્યએ પોલીસ કર્મચારીઓ અને પત્રકારો માટે કરી અપીલ, કહ્યું 50 લાખનું વિમા કવચ આપો

સમગ્ર ગુજરાત કોરોના વાયરસ સામે ઝઝૂમી રહ્યો છે. કોરોના વાયરસના કારણે જાહેર કરાયેલા 21 દિવસના લોકડાઉનમાં પોલીસ કર્મચારીઓ અને પત્રકારો ખૂબજ મહેનત કરી રહ્યા છે. પોલીસ કર્મચારી અને પત્રકારો પોતાની જીવ જોખમમાં મૂકી પોતાની ફરજ પર તૈનાત છે ત્યારે આ સમગ્ર પરિસ્થિતિને જોતા થરાદ વિધાનસભાના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત દ્વારા પોલીસ કર્મચારીઓ અને પત્રકારો માટે અપીલ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ભારત સરકાર દ્વારા આરોગ્ય કર્મચારીઓ માટે 50 લાખ રૂપિયાનું વિમા કવચ આપવાની જાહેરાત કરાઈ છે. પરંતુ પોલીસ કર્મચારી અને પત્રકારો પણ ખંભાથી ખંભો મિલાવી અને પોતાનો જીવ જોખમમાં નાખી સેવા કરી રહ્યા છે. જેને જોતા ધારાસભ્ય ગુલાબસિંહ રાજપુત દ્વારા સરકાર પોલીસ કર્મચારીઓ અને પત્રકારોને પણ 50 લાખનું વિમા કવચ આપે તેવી અપીલ કરાઈ છે

Leave a Reply

Your email address will not be published.