//

ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે કરી રાજ્ય સરકારને અપીલ

સમગ્ર ભારતને લોકડાઉન કરવામાં આવતા ધંધા રોજગાર સદંતર બંધ હોવાના કારણે મોટા ભાગના લોકોની આજીવિકા છીનવાઈ ગઈ છે.. રોજમદારો, દૈનિક મજૂરો કે જો રોજે- રોજ કમાઈને પોતાનું જીવન નિર્વાહ કરે છે તેમની હાલત કફોડી બની છે જેથી તેવા લોકોને પરિવારનું ગુજરાન ચલવવામાં તકલીફ પડી રહી છે. આ બબાતનું ધ્યાન રાખી થરાદ વિધાનસભાના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા રાજ્ય સરકારને અપીલ કરવામાં આવી છે. તમામ પરિવારો જેવા કે દરજી, વાળંદ, પ્લંબર, સુથાર, કડીયા, કુંભાર, માળી, ફેરિયા, કારીગરો તથી ગ્રામ પંચાયતમાં વી.સી.ઈ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓ માટે ધારાસભ્યએ ખાસ પેકેજ જાહેર કરવાની રાજ્ય સરકારને અપીલ કરી છે.

Leave a Reply

Your email address will not be published.