
સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે લોકોને લોનના હપ્તામાં રાહત મળે તેવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રજૂઆત કરી છે.. સમગ્ર વિશ્વ આજે કોરોનાના કહેરથી ત્રસ્ત છે અને કોરોના વાયરસની વૈશ્વિક મહામારીએ દેશના અર્થતંત્રને ભરકી લીધો છે..તો કોરોના વાયરસના કારણે દેશમાં આર્થિક કટોકટી સર્જાઈ છે.. ત્યારે હોમલોન અને બિઝનેસલોનના હપ્તામાં ત્રણ માસનાં હપ્તાની રાહત આપવા સાવરકુંડલાના ધારાસભ્યે પ્રતાપ દુધાતે વડાપ્રધાનને રજૂઆત કરી છે. આ આપત્તિ સામે એકજુટ થઈ લડવા કેટલાક લોકો મેદાનમાં ઉતર્યા છે.. ગુજરાતના કેટલાક ધારાસભ્યો અને ધાર્મિક સંસ્થાઓ પણ સહાય માટે મેદાનમાં ઉતરી છે.. ત્યારે સાવરકુંડલાના ધારાસભ્ય દ્વ્રારા ધંધાર્થીઓ, નાગરિકો તેમજ ખેડૂતો માટે હોમલોન, બિઝનેસ લોન, ખેડૂતસહાય લોનમાં રાહત આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે દેશની આર્થિક પરિસ્થિતી ત્રસ્ત બનતા દેશના લોકોની હાલત કફોડી બની છે ધંધા રોજગાર પણ બંધ હોવાના કારણે લોકોને હપ્તા ભરવામાં મુશ્કેલી થાય તેવી ભીતી સર્જાઈ રહી છે