/

ધારાસભ્ય લલિત વસોયાએ ડુમીયાણી ટોલ પ્લાઝા સામે માંડ્યો મોરચો

ધોરાજી – ઉપલેટા નજીક આવેલ ડુમિયાણી ટોલપ્લાઝા ગેરકાયદેસર : લલીત વસોયા

ધોરાજી -ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયા નવું આંદોલન કરવાના મૂડમાં દેખાય રહ્યા છે. લલિત વસોયાએ દાવો કર્યો છે કે ધોરાજી – ઉપલેટા નજીક આવેલ ડુમીયાણી ટોલપ્લાઝા ટોલનાકા દ્વારા કિલોમીટરની મર્યાદાના નિયમો ખુદ ઓથોરિટી દ્વારા તુટ્યા છે.

ધોરાજી ઉપલેટા વચ્ચે ડુમિયાણી ટોલનાકા બાબતે ધોરાજી ઉપલેટા વેપારીઓછેલ્લા ઘણા સમયથી વિરોધ નોંધોવી રહ્યા છે ત્યારે હવે આંદોલનકારી નેતા અને ધોરાજી – ઉપલેટાના ધારાસભ્ય લલિત વસોયાએ હવે નેશનલ હાઇવે ઓથોરિટી સામે મોરચો માંડ્યો છે લલિત વસોયાએ નેશનલ હાઇવે ઓથોરિટીને લેખિત પત્ર પાઠવી ટોલનાકાના નિયમોનું ભંગ હાઇવે ઓથોરિટી દ્વારા કરવામાં આવતું હોવાનું જણાવ્યું હતું.

ઉપલેટા ચેમ્બર ઓફ કોમર્સ તેમજ વિવિધ વેપારી એસોસીએશન અને ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ એ ધોરાજી ઉપલેટા વચ્ચે આવેલ ડુમીયાણી ટોલ પ્લાઝા છેલ્લા ૨૦ વર્ષથી ગેરકાયદેસર રીતે ટોલ ટેક્ષ ઉઘરાવતા હોવા નો આવેદનપત્ર રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર અને જિલ્લા કલેકટરને સંબોધીને ડેપ્યુટી કલેકટરને પાઠવેલા જેના ઘેરા પડઘા છે ત્યારે લલિત વસોયાએ હવે ટોલ પ્લાઝા સામે મોરચો માંડ્યો છે.

રેઈટ એન્ડ કલેકશન રુલ ૨૦૦૮ના નિયમ અનુસાર મ્યુનિસિપાલિટી ની લિમિટ પછી ૧૦ કિલોમીટર ટોલનાકા ન બની શકે. આ ટોલનાકુ ઉપલેટા થી ૫ કિલોમીટર ના અંતરે છે. તેમજ નિયમ – ૮ હેઠળ ૬૦ કિલોમીટરના અંતર વચ્ચે બે ટોલનાકા ન હોવા જોઈએ.

જોકે આ નિયમો નું ખુલ્લેઆમ ભંગ થઇ રહ્યું હોવાનો આક્ષેપ ધારાસભ્ય લલિત વસોયાએ લગાવ્યો છે વસોયાએ જણાવ્યું હતું કે જેતપુર અને ડુમિયાણી ટોલનાકા વચ્ચે માત્ર ૪૦ કિલોમીટર નું અંતર છે ડુમિયાણી ટોલનાકે બે નિયમોનો ભંગ થઈ રહ્યો છે. આથી આ ટોલનાકુ સત્વરે ખસેડી લેવુ,અને જે નિયમોનો ભંગ કરી નાણાં મેળવેલા છે તે એક પ્રકારની સિવિલ લૂંટ ગણાઈ તે હાલ સુધી ઉઘરાવેલ નાણાં  ઉપલેટા તાલુકાના વિકાસમાં વાપરી નાખવા જણાવ્યું હતું.  

Leave a Reply

Your email address will not be published.