/

ધારાસભ્ય પ્રતાપ દુધાતે ખેડૂતો માટે કરી રજુઆત, ખાતર ડેપો ખુલ્લા રાખવાની કરી માંગ

કોરોના કહેર સામે લડવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી લોકડાઉન જાહેર કર્યું છે. લોકડાઉનના પગલે દેશમાં થઈ રહેલા આર્થિક નુકસાનને પહોંચા વળવા રાજ્ય સરકારે અનેક સહાયતા પેકેજની જાહેરાત કરી છે પરંતુ લોકડાઉનના પગલે રાજ્યના ખેડૂતોની હાલત પણ કફોડી બની છે. કોરોનાના કારણે દેશના અર્થતંત્ર સહિત રાજ્યના ખેડૂતોની હાલત પણ નબળી બની છે. મહામારી અને કમોસમી વરસાદે રાજ્યના ખેડૂતોની કમર ભાંગી નાખી છે.. ઉલ્લેખનીય છે કે લોકડાઉનની પરિસ્થિતિના કારણે ખેડૂતો બહાર નીકળી શકતા નથી. નોંધનીય છે કે ખેડૂતોએ શિયાળુ પાકનું વાવેતર કરેલું છે જેમાં ખાતરની ખાસ જરૂર છે પરંતુ લોકડાઉનના કારણે સૌરાષ્ટ્રના તમામ ખેડૂતોને પાક મળી શકતું નથી. તો પાક સમયસર ન મળવાના કારણે ખેડૂતોના શિયાળુ પાકને નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે.

જો ખેડૂતો દ્વ્રારા કરાયેલા શિયાળુ પાકને સમયસર ખાતર નહીં મળે તો ખેડૂતોની સ્થિતિ ખૂબજ નબળી બનશે. સમગ્ર ઘટનાને ધ્યાનમાં લેતા સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વ્રારા કલેકટરને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે. લોકડાઉનની પરિસ્થિમાં ધારાસભ્યએ સૌરાષ્ટ્રમાં આવેલા તમામ ખાતરના ડેપો ખુલ્લા રાખવાની રજુઆત કરી છે. ઉલ્લેખનીય છે કે લોકડાઉનની સ્થિતિમાં પણ તમામ જીવનજરૂરિયાતની વસ્તુઓ મળી રહે છે ત્યારે હાલમાં ખેડૂતો માટે ખાતર અત્યંત જરૂરી હોવાના કારણે ધારાસભ્યા પ્રતાપ દુધાત દ્વ્રારા કલેકટરને ખાતર ડેપો ખુલ્લા રાખવાની રજુઆત કરાઈ છે.

Leave a Reply

Your email address will not be published.