/

ધારાસભ્ય ભગવાન બારડે નેશનલ હાઇવે ઓથોરીટીને શું કામ આપી આંદોલનની ચીમકી જાણો વધુ વિગતો

તાલાળા ના ધારાસભ્ય ભગવાનભાઇ બારડે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રાેજેકટ ડાયરેકટર પંકજભાઇ રોયને નેશનલ હાઇવેનાે અતિ બિસ્માર રસ્તાે રિપેર કરાવવા માટે પત્ર લખી રજુઆત કરી છે.તેમજ રોડ રિપેર નહીં થાય તાે આંદોલન કરવાની ચિમકી આપી છે.

ભગવાનભાઇ બારડે પત્ર લખી જણાવ્યુ હતુ કે, સાેમનાથ કોડીનાર નેશનલ હાઇવે જે ઉબરીથી માેરડિયા અંદાજીત 12 કિ.મીનાે છે. જે અતિ બિસ્માર હાલતમાં  છે. જેનાં કારણે આજુબાજુના ગામજનોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શાળામાં અભ્યાસ કરવા જતા વિધાર્થીઓ પણ હાલાકી ભોગવવી પડે છે. આજુબાજુના ગામોના સરપંચ તથા અન્ય લોકોએ  નેશનલ ઓથોરિટીને  ટેલિફાેન તથા પત્રો લખી વારંવાર રજુઆત કરી હતી. છતાં પણ કોઈ જ ઉકેલ આવ્યો  નહતો.

જેથી ગામજનો સાથે મળીને રસ્તો રિંપેર નહીં થાય તો અમારા મત વિસ્તાર ના મતદારો અને વાહન ચાલકો ને સાથે રાખી ઉગ્ર આંદોલન  કરવા અંગે જણાવ્યું હતું. અંગેની વિગત અનુસાર સાેમનાથથી કાેડીનાર હાઇવે-6 નુ સમારકામ છેલ્લા 4 વર્ષથી ચાલુ છે. પરંતુ નેશનલ ઓથોરિટી દ્વારા આ કામનો નિવેડો આવેલ નથી. ડિસેમ્બર 2018ની 29 તારીખે કામ પૂર્ણ કરવાનો સરકાર સાથે ઇન્દોરની કંપની સાથે કરાર થયો હતો.પરંતુ 4 વર્ષમાં આ રસ્તા માં માં 2 ટકાથી વધારે કામ થયું નથી. અને આ રસ્તા નું કામ ચાલુ હોવાથી હયાત રોડ પણ અતિ બિસ્માર હાલતમાં છે. જેથી તાલલાના મત વિસ્તારના ધારાસભ્ય ભગવાન બારડે  નેશનલ હાઇવે ઓથોરીટી ઓફ ઇન્ડિયાને  રોડના સમારકામ અંગે પત્ર લખી જણાવ્યુ હતું. તેમજ તાત્કાલિક  રસ્તાના સમારકામનું કામ પૂર્ણ નહીં થાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી .

1 Comment

Leave a Reply

Your email address will not be published.