//

પુલવામાં આંતકી હુમલા મામલે પીએમ મોદી અને રાહુલ ગાંધીએ શું કર્યુ ટવીટ ? જાણો વિગતો

ગઇ ૧૪ ફેબ્રુઆરીએ પુલવામાં થયો હતો. જેમાં આપણા ૪૦ સૈનિકો શહીદ થયા હતાં. જેનું આજે ૧ વર્ષ થયુ છે. જેથી દેશના વડાપ્રધાન નરેન્દ્વ મોદીએ આજે ટવીટ કરીને શહીદોને શ્રદ્વાંજલી અર્પિત કરી હતી. રાહુલ ગાંધીએ પણ આ મામલે ટવીટ કરીને પીએમ મોદી અને બીજેપી સરકાર પર આકરા આક્ષેપો કર્યા હતાં.

વડાપ્રધાન મોદીએ શું ટવીટ કર્યુ

વડાપ્રધાન મોદીએ ટવીટ કરી જણાવ્યુ કે, ગયા વર્ષે પુલવાનાં ઘાતકી હુમલામાં જીવ ગુમાવનાર બહાદુર શહીદોને શ્રદ્વાંજલી. તેઓ અસાધારણ વ્યકિત હતાં જેમણે આપણા દેશની સેવા અને રક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું છે. ભારત તેની શહાદતને કયારેય નહીં ભુલે.

રાહુલ ગાંધીએ શું ટવીટ કર્યુ ? કયાં ૩ સવાલો પુછયા?

આજે આપણે પુલવામાં હુમલાના ૪૦ શહીદોને યાદ કરી રહ્યા છે. ત્યારે આપણે પુછવું જોઇએ કે….
૧. પુલવામાં આંતકી હુમલાથી સૌથી વધારે ફાયદો કોને થયો?
૨. પુલવામાં આંતકી હુમલાની તપાસનો નિષ્કર્ષ શું આવ્યો ?
૩. ૩. સુરક્ષામાં ખામી બાબતે મોદી સરકાર કોને જવાબદાર માને છે ?

Leave a Reply

Your email address will not be published.