/

ટ્રમ્પ-મોદીના આગમનની શું છે તૈયારીઓ ? કેટલો થશે ખર્ચ : વાંચો ખાસ અહેવાલ

અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પત્ની મેલેનિયા ૨૪ અને ૨૫ ફ્રેબુઆરીએ ભારતમાં નવી દિલ્લી તેમજ ગુજરાતના અમદાવાદના પ્રવાસે આવવાનાછે. અમદાવાદના મોટેરા સ્ટેડિયમની ટ્રમ્પ મુલાકાત લેવાના છે. ટ્રમ્પ એરપોર્ટથી સીધા સ્ટેડિયમ પાસે બનાવવામાં આવેલ હેલિપેડ પર લેન્ડ કરશે. ટ્રમ્પના સ્વાગતની તૈયારીમાં સમગ્ર રસ્તાઓ પર ૫૦ કરોડનો ખર્ચ કર્યો છે. તેમજ ૧ કરોડના ખર્ચે શુશોભન માટે લાઇટિંગ પણ કરવામાં આવી છે. ટ્રમ્પ સાબરમતી આશ્રમની અને રિવરફન્ટની મુલાકાત લેશે. હેરિટેજ વોક જેવી કે સીદીસૈયદની જાળીની પણ મુલાકાત લેશે. ટ્રમ્પ અને વડાપ્રધાન મોદીનો અમદાવાદમાં ૧૩ કિલોમીટર સુધીનો રોડ શો યોજાશે. એરપોર્ટ બાય રોડ તેઓ સૌ પ્રથમ ગાંધી આશ્રમ જશે. જે રૃટથી ગાંધી આશ્રમ જશે તે જ પાછા રૃટથી એરપોર્ટ સર્કલથી પાછા ઇન્દિરા બ્રિજ થઇ કોટેશ્વર મહાદેવ થઇને મેગીબા સર્કલથી મોટેરા સ્ટેડિયમ પહોંચશે. સ્ટેડિયમના ઉદ્દધાટન માટે દેશ-વિદેશથી મહેમાનોને સ્વખર્ચે આંમત્રિત કરાયા છે.

વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ્ર ટ્રમ્પ દાંડિયા રાસ રમશે.
ટ્રમ્પ અને મોદીની મુલાકાત આઇકોનિક ઇવેન્ટ તરીકે એક છબિ લોકોના મનમાં યાદ રહે તે હેતુથી દાંડિયા રાસનું આયોજન કરવામાં આવ્યુ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ આવી રહ્યા છે ત્યારે મોદી અને ટ્રમ્પ સાથે દાંડિયારાસ રમે તેવું આયોજન કર્યુ છે. ગુજરાતી લોકગીતોનાં કલાકારો આ કાર્યકમમાં ગરબો રજુ કરશે.

અમેરિાના રાષ્ટ્રપતિને શું ભેટ અપાશે?
ગુજરાત સરકાર તરફથી ટ્રમ્પને ગુજરાતી સંસ્કૃતિ અને કલાકારીના નમૂનાભેટ સ્વરૃપે આપવામાં આવશે. પાટણના પટોળા,જામનગરી બાંધણીનો સ્કાર્ફ, કચ્છી ભરતનો રૃમાલ, ભાતીગળ ભરતકામવાળું જેકેટ, સોના અને હાથીદાંતની બનેલી કાસ્ટેક, સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ ભેટમાં આપવામાં આવશે.

ગુજરાત સરકારે મહેમાનો માટે ૨૦૦૦ બસોની સુવિધા કરી
મોટેરા સ્ટેડિયમ ખાતે વિશેષ મહેમાનોનાં વાહનોના કાફલા સિવાય અન્ય કોઇ વાહનો સ્ટેડિયમ સુુધી જવા દેવામાં આવશે નહીં. મહેમાનોને અમદાવાદ અને ગાંધીનગરમાં ચોકકસ સ્થળે એકત્રિત થવાનું રહેશે. બાદમાં સિકયોરિટી ચેક કરીને બસમાં બેસાડી નક્કી કરાયેલા રૃટ મારફતે સ્ટેડિયમ લઇ જવાશે. ગુજરાત સરકારે આ માટે ૨૦૦૦ ખાનગી બસો ભાડે લેવાનું આયોજન કર્યુ છે.

સિવિલના ૨૧ વિભાગના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ અને ૧૫ એમ્બયુલન્સનો તૈનાત
આગામી ૨૪-૨૫ ફેબ્રુઆરીએ સ્ટેન્ડ ટુ રહેવા સિવિલ હોસ્પિટલના હાર્ટ, કિડની, ફિઝિશયન, ઓર્થોપેડિક, ન્યુરોસર્જન, રેડિયોલોજિસ્ટ, ન્યુરોફિઝિશયન, ઇએનટી સહિતના ૨૧ વિભાગના હેડ ઓફ ધી ડિપાર્ટમેન્ટ હાજર રહેશે. જો કોઇ કારણસર અચાનક સર્જરીની જરૃર પડે તો તે માટે વ્યવસ્થાઓ કરવામાં આવે છે. તદ્દ ઉપરાંત ૨૧ એમ્બયુલન્સ તૈનાત રહેશે. ટ્રમ્પ અને મોદીના બ્લડગ્રુપ પ્રમાણે જુદા-જુદા યુનિટ રાખવામાં આવશે. સિવિલ હોસ્પિટલમાં લોહીનો પુરતો સ્ટોક, વીઆઇપી વોર્ડ ખાલી રાખવા, ઓપરેશન થિયેટર, જરૃરી દવાનો જથ્થો તૈયાર રાખવા સુચના અપાઇ છે.

ટ્રમ્પની અમદાવાદ મુલાકાતમાં ૧૦૦ કરોડનો ખર્ચ થશે.
રિપોર્ટ અનુસાર રોડ શો, સાંસ્કૃતિક કાર્યકમો સહિતની પ્રવૃતિઓને કારણે તેમજ દેશ-વિદેશથી ૨૦૦૦ જેટલા મહેમાનો આવવાના છે તેમની વીઆઇપી સગવડો પાછળ પણ કરોડોનો ખર્ચ થશે. તેમજ મોદી-ટ્રમ્પના રોડ-શો પાછળ અંદાજે ૩૦ કરોડનો ખર્ચ થવાની સંભાવના છે. જેમાં ૨૧ કરોડતો નવા રસ્તાઓ બનાવવા પાછળ વપરાવવામાં આવશે. એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધીના ઉભા રસ્તે ડફનાળા સુધી અથવા છેક આશ્રમ સુધી રસ્તાની બંને બાજુ થોડા-થોડા સ્ટેજ ઉભા થશે જેનો ખર્ચ ૩૫-૪૦ કરોડ થવાનો અંદાજ છે.

ટ્રમ્પની મુલાકાતનો ખર્ચ ૧૦૦ કરોડ કોણ ભોગવશે?
કરોડોના ખર્ચ માટે ભાગલાઓ પાડવામાં આવ્યા છે. જેમાં કેન્દ્વ સરકાર ૩૦ કરોડ, રાજય સરકાર ૨૫ કરોડ અને અમદાવાદ કોર્પોરેશન ૨૦ કરોડ ખર્ચ કરશે. ટ્રમ્પની મુલાકાતમાં જે ખર્ચનો સરવાળો કરવામાં આવ્યો છે. તે અંદાજે ૧૦૦ કરોડ રૃપિયા છે. તદ્દ ઉપરાંત મોટેરાની ઇવેન્ટનો ખર્ચ ગુજરાત કિકેટ એસોસિએશન પણ ઉઠાવશે.

બજેટ રજુ થવામાં વિલંબ થશે!
રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુ કે, ડોનાલ્ડ ટ્રમ્પની અમદાવાદની મુલાકાતને લઇને ગુજરાત વિધાનસભામાં રજુ થનારુ રાજય સરકારનું નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧નું વાર્ષિક અંદાજપત્ર ૨૪ને બદલે ૨૬ ફેબ્રુઆરીએ રજુ થશે. પહેલા બજેટ ૨૪ ફેબ્રુઆરીએ રજુ થવાનું હતું.

ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં શું જણાવ્યું ?
ટ્રમ્પે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ કે, ભારત જવાની રાહ જોઇ રહ્યો છું. મોદી મારા સારા મિત્ર છે . તે એક મહાન માણસ છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યુ કે, જયારે તમે આવશો ત્યારે એરપોર્ટથી લઇને ક્રિકેટ સ્ટેડિયમ સુધી લોકો તેમનું સ્વાગત કરશે. વધુમાં ટ્રમ્પે જણાવ્યુ કે આપણી સાથે ૫૦,૦૦૦ લોકો હોય તો સારુ નથી લાગતુ પરંતુ ૫૦થી ૭૦ લાખ લોકો એરપોર્ટથી નવા સ્ટેડિયમ સુધી રહેશે.

ભારત-અમેરિકાના રાજનીતિક સંબંધ મજબુત બનશે : વ્હાઇટ હાઉસ
વ્હાઇટ હાઉસે ટવીટ કરતા જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ૨૪-૨૫ ફેબ્રુઆરીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્વ મોદીને મળવા ભારત પ્રવાસે જશે. પ્રવાસ દરમિયાન અમેરિકા-ભારતની રાજનીતિક ભાગીદારી વધુ મજબુત બનશે તેમજ ભારત-અમેરિકાના લોકોની વચ્ચે ગાઢ સંબંધ સ્થાયી થશે.

મોટેરાના ૧૬ રોડનું ૨૩ કરોડના ખર્ચે નવીનીકરણ કરાયુ
મોટેરા સ્ટેડિયમ ખાતે એએમસીની કામગીરી ઝડપી ચાલી રહી છે. એએમસી દ્વારા મોટેરા તેમજ ભાટ, કોટેશ્વર જેવા ગામના રોડનું રિસરફેસ થશે. ફુટપાથ પર નવા પેવર બ્લોક નાખવામાં આવશે. રસ્તાના કેટલાક ઝાડ પર આડેધડ ઉગેલા જંગલી ઝાંખડાઓને દુર કરવામાં આવ્યા છે. આ કામગીરીમાં એએમસી અને ઔડા તેમજ રાજય સરકારના રોડ-બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટની ૩ સરકારી એજન્સીઓ કામે લાગી છે. ૨૩ કરોડના ખર્ચે ૧૬નવા રોડ બનાવવામાં આવ્યા છે. તમામ નવા રોડની આસપાસ ગ્રીનરી બતાવવા માટે તૈયાર ઝાડ પણ લગાવવામાં આવ્યા છે. તેમજ એરપોર્ટથી મોટેરા સુધી ૧.૫ લાખ ફુલોના કુંડા મુકીને સજાવવામાં આવશે.

રાજયના ગૃહમંત્રાલયે સુરક્ષા અંગેનો રિપોર્ટ કેન્દ્વ સરકારને મોકલ્યો
સુરક્ષા મુદ્દે બેઠક યોજાઇ હતી. જેમાં સુરક્ષા એજન્સી દ્વારા સુરક્ષા માટે શું વ્યવસ્થા કરવી તે અંગે ઉચ્ચ સ્તરિય બેઠક યોજાઇ હતી. જેમાં સુરક્ષા એજન્સીએ એરપોર્ટનું નિરીક્ષણ કર્યુ હતું. તેમજ એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં ઉચ્ચ સ્તરિય બેઠક એરપોર્ટ ખાતે યોજાઇ હતી. જેનો રિપોર્ટ રાજયના ગૃહમંત્રાલયે કેન્દ્વ ગૃહ મંત્રાલયને મોકલાવ્યો હતો. સ્ટેડિયમ ફરતે કામ કરનારા લોકોની તપાસ માટે પોલીસની ૫ ટીમોનો તૈનાત રહેલો છે.પોલીસ હાલતો હોટલોમાં રોકાયેલા તમામ વિદેશી નાગરિકોની તપાસ કરી રહી છે તેમજ મોટેરા, ચાંદખેડામાં ભાડેથી રહેતા તેવા લોકોએ પોલીસને જાણ ન કરી હોય તેવા લોકોને પોલીસે નોટિસ આપી છે.

અમદાવાદીઓ ટ્રમ્પનો આભાર માનશે.
અમદાવાદમાં રોડ ખરાબ ન દેખાય તે માટે કરોડોના ખર્ચે નવા રોડ બનાવવાામાં આવ્યા છે. જે રોડ વર્ષોથી રિપેર નહતા થતાં તે હવે નવા બનાવયા હતાં. મેટ્રોના કામના કારણે જે રસ્તાઓ તૂટી ગયા હતાં તે હવે નવા નક્કોર બની ગયા છે. જેથી અમદાવાદીઓ ટ્રમ્પનો આભાર માનશે.

મોટેરા સ્ટેડિયમમાં પાર્કિગની સુવિધાઓ
મોટેરા સ્ટેડિયમમાંતમામ વાહનો સ્ટેડિયમની આસપાસના ૩ કિ.મી એરિયામાં તૈયાર કરેલા પાર્કિગ પ્લોટમાં પાર્ક કરવામાં આવશે. આ રોડ પર લોકોની ભીડ વધુ હોવાથી ટ્રમ્પને આ રોડથી મોટેરા સ્ટેડિયમ લઇ જવાશે નહીં

Leave a Reply

Your email address will not be published.