UPના સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથેની ઓનલાઈન વાતચીતમાં મોદીએ કરી રમૂજ
આજે વડાપ્રધાન મોદીએ ઉતરપ્રદેશના સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ સાથે ઓનલાઈન વાતચીત કરી હતી. જેમાં અલગ-અલગ શહેરોમાં વસતા લાભાર્થીઓ સાથેની વાતચીતમાં મોદીની થોડી જાણીતી વાતો સામે આવી હતી. જેમાં વડાપ્રધાને તેમના રમતિયાળ સ્વભાવનો પણ એક નાનો એવો પરચો બતાવ્યો હતો.
વારાણસીના અરવિંદ મૌર્ય મોમોજ વેચે છે, ત્યારે મોદીએ તેમની સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, તે જયારે પણ બનારસ આવે છે, ત્યારે તેને કોઈ મોમોજ ખવડાવતું નથી. વડાપ્રધાને સોશિયલ ડિસ્ટન્સીંગ સુનિશ્ચિત કરવાના અરવિંદના આમડીયાને પણ વખાણ્યો હતો.
સ્વનિધિ યોજના એ લારી ગલ્લાવાળાઓને 10000 સુધીની લોન આપવામાં આવે છે. 1 જૂને વડાપ્રધાને આ યોજના શરુ કરી હતી. વડાપ્રધાને યોજનાની સફળતા વિષે જણાવ્યું હતું કે, એકલા ઉતર પ્રદેશમાંથી 6 લાખ અરજી આવી હતી અને એમાંથી પોણા ચાર લાખ મંજુર કરાઈ હતી. આ યોજનાની સફળતા માટે તેમણે બેંકકર્મીઓને પણ અભિનંદન આપ્યા હતા.
આ ઉપરાંત વડાપ્રધાને લાભાર્થીઓને તેમનો ધંધો કેવો ચાલે છે, લોન મેળવવા કેટલા અધિકારીઓને મળવું પડયું હતું; અત્યારે તમે દરરોજ કેટલું કમાવ છો જેવા પ્રશ્નો પૂછયા હતા. તેમણે રમૂજમાં કહ્યું હતું કે મારે આવા સવાલો પૂછવા ન જોઈએ. હું આવકવેરા અધિકારી નથી.