////

માતાઓ અને બહેનોની ચિંતા દૂર કરવાનું કામ મોદી કરે છે, એટલે મોદી ચૂંટણી જીતે છે: પીએમ મોદી

આજે બિહારમાં બીજા તબક્કાનું મતદાન ચાલુ છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આજે બિહારના ફરબિસગંજમાં એક ચૂંટણી રેલી સંબોધી. જેમાં તેમણે કહ્યું કે, પહેલા તબક્કાના મતદાન અને આજે અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ એક વાત સ્પષ્ટ છે કે, જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, બિહારમાં એકવાર ફરીથી એનડીએની સરકાર બનવા જઈ રહી છે. બિહારની પવિત્ર ભૂમિએ નક્કી કરી લીધુ છે કે, બિહારને નવી ઊંચાઈ પર લઈ જઈશું. બિહારની જનતાએ ડબલ ડબલ યુવરાજોને નકાર્યા છે.

બિહારમાં એક કહેવત છે કે, ‘સબકુછ ખૈની, ભૂંજા ભી ચબૈની’ એટલે કે બધુ ખોઈ નાખ્યા બાદ ભૂંજા પર નજર છે. કેટલાક લોકો બિહારમાં આટલું ખાઈ ગયા બાદ પણ રાજ્યને લાલચની નજરે જોઈ રહ્યા છે. પરંતુ બિહારની જનતા જાણે છે કે, કોણ બિહારના વિકાસ માટે કામ કરશે અને કોણ પોતાના પરિવારના વિકાસ માટે કામ કરશે. આજે બિહારમાં પરિવારવાદ હારી રહ્યો છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, આજે કોંગ્રેસની હાલત એવી છે કે લોકસભા અને રાજ્યસભા ભેગી કરી તો પણ તેમની પાસે 100 સાંસદ નથી.

વધુમાં તેમણે કહ્યું કે, કેટલાક લોકોને એવી પરેશાની છે કે મોદી ચૂંટણી કેમ જીતે છે. મોદી ચૂંટણી એટલા માટે જીતે છે કારણ કે માતાઓ અને બહેનોની ચિંતા દૂર કરવાનું કામ મોદી કરે છે. આથી માતાઓ મોદીને આશીર્વાદ આપે છે. આથી આ ગરીબનો પુત્ર, ગરીબોની સેવામાં પોતાનું જીવન ખપાવતો રહે છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજે બિહારમાં મહિલાઓ કહે છે કે, ઘરવાળા ભલે ગમે તે કહે પરંતુ હું તો મોદી સાથે ચાલીશ. બિહારમાં દરેક માતા, દરેક દીકરી આજે અમને બધાને આશીર્વાદ આપે છે. આ જ તો લોકતંત્રની તાકાત છે. જો બિહારમાં પહેલા જેવી હાલાત હોત તો ગરીબનો આ પુત્ર ક્યારેય વડાપ્રધાન બની શક્યો નહોત. આજે જ્યારે ગરીબને પોતાના હક મળ્યા છે તો તેણે દેશની રાજનીતિની દિશા નક્કી કરવાની કમાન સંભાળી છે. હવે તે માત્ર પોતાના જ નહીં પરંતુ દેશના ભવિષ્ય અને દેશની આકાંક્ષાઓને પૂરા કરવામાં પણ એટલો જ ભાગીદાર છે.

Leave a Reply

Your email address will not be published.