////

મોદી માત્ર અદાણી-અંબાણીના જ કામ કરે છે: રાહુલનો આક્રમક પ્રહાર

હાલમાં બિહારમાં ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. ત્યારે બિહાક પહોંચેલા કોંગ્રેસના યુવા નેતા રાહુલ ગાંધીએ તેમના વકતવ્યનો આરંભ જ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહાર સાથે કર્યો હતો. તેણે ચીન સાથેના સીમા વિવાદમાં મોદીને ઘેરતા ફરી પ્રશ્ન પૂછ્યો હતો કે, વડાપ્રધાન એ જવાબ આપે કે ચીન પાસેથી ભારતીય પ્રદેશ કયારે મુક્ત કરાવાશે.

આ ઉપરાંત રાહુલે આક્રમક ભાષામાં કહ્યું કે લદાખ સરહદે બિહારના રેજીમેન્ટના જવાનોએ બલીદાન આપીને દેશની સુરક્ષા કરી હતી પણ આપણા વડાપ્રધાન ચીન પાસેથી પૂરી જમીન ખાલી કરાવી શકતા નથી. સાથે જ રાહુલે મોદી પર જૂઠુ બોલવાનો આરોપ મુકતા કહ્યું કે, તમોએ કેટલા બિહારીને રોજગાર અપાવ્યો તે બતાવો, તેઓ કહે છે કે હું ખેડુતો, સેના, મજુરો સામે શિશ ઝુકાવું છું પણ ઘરે જાય છે પછી અદાણી-અંબાણીના જ કામ કરે છે તે તમામ સમક્ષ શીશ ઝુકાવશે પણ કામ નહી કરે. બિહારી મજદૂરોના પલાયન મુદા પર પણ પ્રહાર કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.