//

વિશ્વ ભલે દબાણ કરતુ હોય પણ મોદી સાહેબની આ રણનીતિથી થાય છે 370 અને CAA જેવા મક્કમ નિર્ણયો

ભારતમાં BJP સરકારે કાશ્મીરને વિશેષ જોગવાઇ આપતી બંધારણની કલમ ૩૭૦ ઓગસ્ટમાં નાબુદ કરી હતી અને નાગરિકતા સુધારો કાયદો સીએએ અમલ કર્યો હતો. જેનો દેશભરમાં વિરોધ પણ થઇ રહ્યો છે અને સમર્થન પણ થઇ રહ્યુ છે. દેશના પીએમ નરેન્દ્વ મોદી તાજેતરમાં જ વારાસણીની મુલાકાત લીધી હતી. જયાં તેમણી જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યુ હતું.

તેમના લોકસભા મતવિસ્તારમાં જાહેર સભા દરમિયાન તેમણે કલમ ૩૭૦ની નાબુદી તેમજ નાગરિકતા સુધારા કાયદો CAA અંગે ભાષણ આપતા જણાવ્યુ હતુ કે, આ મુદ્દે તેમની સરકારે ફેરફાર કરવાની તેમજ પુઃન વિચાર કરવાની મનાઇ કરી હતી અને નિવેદન આપ્યુ હતું કે બધી જ બાજુથી અસાધારણ દબાણ હોવા છતાં તેમની સરકાર આ મુદ્દાઓ પર મક્કમ રહેશે. જમ્બુ કશ્મીરમાંથી કલમ ૩૭૦ની નાબુદી હોય કે નાગરિકતા સુધારા કાયદો સીએએનો અમલ હોય. આપણો દેશ વર્ષોથી આ નિર્ણયોની રાહ જોઇ રહ્યો હતો. રાષ્ટ્રના હિતમાં આ તમામ નિર્ણયો લેવા જરૂરી હતાં.

વડાપ્રધાન મોદીએ રામમંદિર વિશે પણ વાત કરી હતી. તેમણે જણાવ્યુ હતુ કે, અયોધ્યામાં રામ મંદીરનાં નિર્માણની રચનાની પછી રામધાનના નિર્માણ પર રામમંદીરનું કામ ઝડપથી ચાલશે તેમજ સરકારે ટ્રસ્ટને ૬૭ એકર જમીન ટ્રાન્સફર કરવાનો નિર્ણય કર્યો છે.

Leave a Reply

Your email address will not be published.