////

ટ્રમ્પના સ્વાગતની શાહી તૈયારી : જાણો કેવી છે તૈયારીઓ

અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહ્યા છે અને ભારતના પ્રવાસની શરુઆત ગુજરાતના અમદાવાદથી કરશે. જેને લઈ તડામાર તૈયારીઓ અમદાવાદમાં ચાલી રહી છે. તમામ ડિપાર્ટમેન્ટ દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમનું ઉદ્ઘાટન કરવાના છે.

વડાપ્રધાન મોદી બનશે ટ્રમ્પના ગાઇડ
વડાપ્રધાન મોદી અને અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ મોટેરા સ્ટેડિયમ, ગાંધી આશ્રમ તથા રિવરફન્ટની મુલાકાત લેવાનાં છે. જેમાં ગાંધી આશ્રમ પાસે આવેલા રિવરફન્ટ પર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ એકથી દોઢ કલાકનો સમય વિતાવવાનાં છે. એવામાં વડાપ્રધાન મોદી ટ્રમ્પના ગાઇડ બનીને અમદાવાદના વારસાની જાણકારી આપશે.

વડાપ્રધાન મોદી અને ટ્રમ્પની મુલાકાત પહેલા તંત્ર હરકતમાં
વડાપ્રધાન મોદી અને ટ્રમ્પ અમદાવાદમાં ગાંધી આશ્રમ અને મોટેરા સ્ટેડિયમની મુલાકાતે આવવાનાં છે જેથી સ્પેશિયલ કમિશ્નર અજય તોમર પોતાના કાફલા સાથે જાતે ગાંધી આશ્રમની મુલાકાત લેવા તેમજ બંદોબસ્તનું ચેકિંગ કરવા ગયા હતાં. તેમણે પીએમ મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત બનેલા બની રહેલા સ્ટેજ નિહારીને કેટલા સુરક્ષિત છે તે મુદ્દે ચકાસણી કરી હતી.

પી.આઈ , PSI , ACP સહિતના અધિકારીઓને જવાબદારી સોંપાઈ

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને ખાસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ટ્રમ્પ સાથે પીએમ મોદી રોડ શો કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં 13 કિલોમીટરનો રોડ શો યોજાશે. એરપોર્ટથી બાય રોડ તેઓ સૌ પ્રથમ ગાંધી આશ્રમ જશે. જે રૂટથી આશ્રમ પહોંચશે તે જ રૂટ પર પાછા એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજ થઈ કોટેશ્વર મહાદેવ થઈને મેગીબા સર્કલથી મોટેરા સ્ટેડિયમ પહોંચશે.

ત્યારે સુરક્ષા માં કોઈ કમી ન રહે તે માટે પોલીસે એરપોર્ટ પર મિટિંગ કરી હતી અને અધિકારીઓને અલગ અલગ જવાબદારીઓ સોંપી હતી સુરક્ષા માં કોઈ કમી ન રહે તે માટે પોલીસે એરપોર્ટ પર મિટિંગ કરી હતી અને અધિકારીઓને અલગ અલગ જવાબદારીઓ સોંપી હતી 3.68 કરોડ ના ખર્ચે તૈયાર કરેલાે ચીમન ભાઈ પટેલ બ્રીજ થી મોટેરા સ્ટેડિયમ સુધી ગ્રીન સ્પેસ ડેવલોપમેન્ટ કરવામાં આવશે તેમજમેટ્રો ના કોરિડોર વાળા પેચ મા ડેવલોપ કરવામાં આવશે

મોદી અને ટ્રમ્પનો રોડ શૉ

અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત અને ખાસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. મોદી અને ટ્રમ્પ માટે એરપોર્ટથી ગાંધીઆશ્રમ સુધી રોડ શો કરવાના છે આ રોડ શોમાં અંદાજે 30 કરોડ રૂપિયાનો ખર્ચ થવાની સંભાવના છે. જેમાં 21 કરોડના તો નવા રોડ રસ્તા બનાવાયા છે અને તમામ રોડ ઉપર ઝાડ વાવનો ખર્ચ પણ લાખોમાં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અમદાવાદમાં 13 કિલોમીટરનો રોડ શો યોજાશે. એરપોર્ટથી બાય રોડ તેઓ સૌ પ્રથમ ગાંધી આશ્રમ જશે. જે રૂટથી આશ્રમ પહોંચશે તે જ રૂટ પર પાછા એરપોર્ટ સર્કલથી ઈન્દિરાબ્રિજ થઈ કોટેશ્વર મહાદેવ થઈને મેગીબા સર્કલથી મોટેરા સ્ટેડિયમ પહોંચશે

એસટી નિગમની 2000 બસને દોડાવવામાં આવશે.

સ્ટેડિયમનું ઉદ્ઘાટનમાં મોટી સંખ્યામાં લોકો સ્ટેડિયમ પર ઉપસ્થિત રહેશે. લોકોને લાવવા અને લઈ જવા માટે એસટી નિગમની 2000 બસને દોડાવવામાં આવશે. જેમા અમદાવાદ અને ગાંધીનગર ડિવિઝનની 800 બસો અને અન્ય ડિવિઝનમાંથી 1200 બસ મંગાવવામાં આવશે. જોકે એસટી નિગમ પાસે કોઈ વધારાની બસો નથી પરંતુ કાર્યક્રમ માટે ઓછા ટ્રાફિક વાળા રૂટ રદ કરીને ટ્રમ્પ અને મોદીના કાર્યક્રમમાં બસ દોડાવવા માટેનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.એટલે કે 24 ફેબ્રુઆરીના એસટી નિગમની 2000 બસો માત્ર કાર્યક્રમ માટે દોડાવવામાં આવશે.

2000 બસોની ફાળવણી કરવાની છે જેને લઈ બેઠકોનો દોર ચાલી રહ્યો છે. કયા ડિવિઝનમાંથી કેટલી બસો આવશે તેની ચર્ચા કરવામાં આવી છે. 2000 બસની પાર્કિંગની વ્યવસ્થા પોલીસ દ્વારા સંભાળવામાં આવશે. ત્યારે ટ્રાફિક પોલીસ પણ બે હજાર એસટી બસના પાર્કિગ માટેની વ્યવસ્થા કરી રહ્યુ છે. સાથે સાથે વીવીઆઈપી વાહનોના પાર્કિગની પણ અલગ વ્યવસ્થા કરવામાં આવશે. જેને લઈ એસટી નિગમના અધિકારીઓ અને ટ્રાફિક પોલીસ સાથેની બેઠક યોજીને આયોજન કરવામાં આવી રહ્યુ છે.

મહત્વપૂર્ણ છે કે એસટી નિગમ પાસે 7 હજાર વાહનો છે જેમાથી 2 હજાર બસો તો માત્ર કાર્યક્રમ માટે દોડાવવાની છે ત્યારે જે રૂટની બસો રદ કરે ત્યાના પ્રવાસીઓને મુશ્કેલી ન સર્જાય તે પણ મહત્વનો મુદો છે. એટલે કે પ્રવાસીઓ પણ 24 ફેબ્રુઆરીના ક્યાંય જતા હોય તો બસના શિડ્યુલ જોઈને નિકળવું પડશે.

Leave a Reply

Your email address will not be published.