/

વડાપ્રધાન મોદી આજે વર્ચ્યુઅલ સંમેલનની સહ- અધ્યક્ષતા કરશે

વડાપ્રધાન મોદી ગુરૂવારે ભારત-આસિયનના વર્ચ્યુઅલ સંમેલનની સહ-અધ્યક્ષતા કરશે. વિયતનામના વડાપ્રધાન ગ્યૂયેન તન જૂંગ પણ તેમની સાથે સંમેલનની અધ્યક્ષતા કરશે. આ સમેલનમાં ભારતની સાથે આસિયાન સમૂહના 10 દેશ ભાગ લેશે. દરમિયાનમાં કોરોના મહામારીને લઇ ખોરવાયેલી અર્થવ્યવસ્થાને ફરીથી પાટે લઇ આવવાના ઉપાયો અને બધા દેશોની વચ્ચે સહયોગ વધારવા પર ચર્ચા થશે.

વિદેશ મંત્રાલય અનુસાર સંમેલનમાં આસિયાન અને ભારત વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીની હાલની સ્થિતિ અને સંપર્ક, સમુદ્રી સહયોગ, કારોબાર અને વાણિજ્ય, શિક્ષા તેમજ ક્ષમતા નિર્માણ જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા થશે. દક્ષિણી પૂર્વી એશિયાઇ દેશોના સંગઠનમાં (આસિયાન) ક્ષેત્રીય દેશો ઉપરાંત ભારત, અમેરિકા, ચીન, જાપાન અને ઓસ્ટ્રેલિયાનો પણ સમાવેશ છે.

વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, લદ્દાખમાં ચીન સાથેના ગતિરોધ અને દક્ષિણ ચીન સાગરમાં ચીનના આક્રમક વલણ વચ્ચે થઇ રહેલા આ સંમેલનમાં તે તમામ દેશો સામેલ થશે જેનો ચીન સાથે ભૌગોલિક વિવાદ યથાવત છે.

આસિયાનમાં ઇન્ડોનેશિયા, મલેશિયા, ફિલીપાઇન્સ, સિંગાપુર, થાઇલેન્ડ, બ્રુનેઇ, વિયતનામ, લાઓસ, મ્યાંમાર અને કંબોડિયાનો સમાવેશ થાય છે. વડાપ્રધાન મોદીએ ગત્ત વર્ષ નવેમ્બરમાં બેંગકોકમાં થયેલા 16માં આસિયાન ભારત સંમેલનમાં ભાગ લીધો હતો.

Leave a Reply

Your email address will not be published.