/

કોરોના જંગ સામે મોદી સરકારનો નિર્ણય

ભારતમાં કોરોનાના કહેર વચ્ચે મોદી સરકાર દ્વારા રાહત પેકેજ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.. બુધવારે વડાપ્રધાન મોદીની અધ્યક્ષતામાં થયેલી કેબિનેટ બેઠકમાં દેશમાં વસતા 80 કરોડ લોકો માટે રાશન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય લેવાયો હતો.. કોબિનેટની બેઠક પૂર્ણ થયા પછી કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર દ્વ્રારા પ્રેસ કોન્ફરન્સ કરાઈ હતી જેમાં તેમણે જણાવ્યું હતું તે દેશના લોકોને સસ્તા ભાવે રાશન આપવામાં આવશે.. સાથેજ તેમણે કહ્યું કે- કેન્દ્ર સરકાર દેશની 80 કરોડ જનતાને 3 મહિના માટે એડવાન્સમાં પ્રતિ માસ 7 કિલો રાશન આપશે… જાવડેકરે જણાવ્યું કે સરકાર 80 કરોડ લોકોને 27 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળતા ઘઉં માત્ર 2 રૂપિયા અને 37 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મળતા ચોખા 3 રૂપિયામાં આપશે જેના પર સરકાર દ્વ્રારા 1 લાખ 80 હજાર કરોડ રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે.. તો કેન્દ્ર સરકાર દ્વ્રારા આ રકમ 3 મહિના માટે રાજ્યમાં એડવાન્સ તરીકે આપવામાં આવશે

કોરોનાના સંક્રમણથી બચવા લોકોને જાગૃત કરતા પ્રકાશ જાવડેકરે સોશિયલ ડિસ્ટન્સ બનાવી રાખવા સાથે, કોઈ પણ પ્રકારની અફવાઓથી દૂર રહી હેલ્થ મિનિસ્ટ્રીની વેબસાઈટ પરથી માહિતી મેળવવાની અપીલ કરી હતી.. તો તમને જણાવી દઈએ કે કોરોના કહેર વચ્ચે વડાપ્રધાન મોદીની કેબિનેટ બેઠકમાં અલગ જ વાતાવરણ જોવા મળ્યું જેમાં બધાજ મંત્રીઓ દ્વ્રારા એક એક મીટરનું અંતર રાખી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવ્યું હતું.. જો કો કોરોના વાયરસથી બચવાનો એક માત્ર ઉપાય સોશિયલ ડિસ્ટન્સ છે.. તો કેબિનેટ બેઠકમાં ગૃહમંત્રી અમિતશાહ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ ઉપસ્થિત રહ્યા હતા.. કેબિનેટ બેઠકમાં કોરોનાની સામે ચાલી રહેલી તૈયારીઓની ચર્ચા સમીક્ષા કરાઈ હતી.. સાથેજ વડાપ્રધાન મોદીએ કેબિનેટ બેઠકમાં કહ્યું કે- 21 દિવસની લોકડાઉનને લઈને લોકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ન પડે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવે.. PMએ બધાજ વિભાગના મંત્રીઓને પોતાના વિભાગનો ઉપયોગ કરી લોકોની મુશ્કેલીઓને દુર કરવાની અપીલ પણ કરી હતી.. સાથેજ વડાપ્રધાન મોદીએ કોરોનાને લઈને મહત્વના મુદ્દાઓ પણ જણાવ્યા અને લોકોની સાથો સાથ મંત્રીઓ પોતાની કાળજી સાથે સોશિયલ ડિસ્ટન્સ રાખે તેવી અપીલ પણ કરી.. સ્વાસ્થય મંત્રી ડો. હર્ષવર્ધને પણ સ્વાસ્થ મંત્રાલય તરફથી બધી જાણકારી આપી હતી અને રાજ્ય સરકાર સાથે સમાનતાના ધોરણે કામ થઈ રહ્યું હોવાની જાણકારી આપી હતી…

Leave a Reply

Your email address will not be published.