મોદીનો ડ્રિમ પ્રોજેક્ટ મેટ્રો રેલ અમદાવાદ બાદ અન્ય ક્યાં શહેરોમાં શરુ થશે જાણો

ગુજરાતમાં અમદાવાદ મેટ્રોરેલ યોજના અત્યંત ધીમી ગતિએ ચાલી રહી છે ત્યારે ગુજરાત સરકારે વડોદરા, સુરત અને રાજકોટમાં મેટ્રોરેલ યોજના માટેની દરખાસ્ત કેન્દ્રમાં મોકલીને સ્વિકૃતિ મેળવી લીધી છે પરંતુ આ ત્રણ મેટ્રો રેલ માટે સરકાર પાસે રૂપિયા નથી. હાલની સ્થિતિએ જો ત્રણ રાજ્યોમાં મેટ્રોરેલ બનાવવાનું શરૂ કરવામાં આવે તો સરકારને 40 હજાર કરોડ રૂપિયાની આવશ્કતા રહે છે.અમદાવાદ મેટ્રોરેલનો પ્રોજેક્ટ 2004માં મંજૂર થયો હતો પરંતુ તેની કામગીરી 2012 પછી શરૂ કરવામાં આવી હતી. એટલે કે છેલ્લા આઠ વર્ષમાં હજી આ મેટ્રોરેલ ગોકળગાયની ગતિએ ચાલી રહી છે. કેન્દ્ર સરકારના આદેશ પછી ગુજરાત ઝડપ કરાવતાં મેટ્રોરેલ વિધાનસભાની ચૂંટણીના વર્ષ 2022માં શરૂ થાય તેવા એંધાણ છે પરંતુ અન્ય ત્રણ રાજ્યોની મેટ્રો રેલ માટે સરકાર પાસે નાણાં નથી.અત્યારે દેશના આઠ શહેરોમાં કુલ 370 કિમીની કુલ લંબાઈ ધરાવતા મેટ્રો પ્રોજેક્ટ્સ કાર્યરત છે, જેમાં દિલ્હી (217 કિમી), બેંગાલુરુ (42.30 કિમી), કોલકાતા (27.39 કિમી), ચેન્નાઈ (27.36 કિમી), કોચી (13.30 કિમી), મુંબઈ (મેટ્રો લાઇન 1 – 11.40 કિમી, મોનો રેલ ફેઝ 1 – 9.0 કિમી), જયપુર – 9.0 કિમી અને ગુરુગ્રામ (રેપિડ મેટ્રો – 1.60 કિમી).13 શહેરોમાં કુલ 537 કિમીના મેટ્રો પ્રોજેક્ટ્સ નિર્માણાધિન છે, જેમાં આઠ પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે. મેટ્રો સેવાઓ મેળવનારા નવા શહેરો માં હૈદરાબાદ (71 કિમી), નાગપુર (38 કિમી), અમદાવાદ (36 કિમી), પૂણે (31.25 કિમી) અને લખનૌ (23 કિમી)નો સમાવેશ થાય છે. જ્યારે 10 નવા શહેરો સહિત 13 શહેરોમાં કુલ 595 કિમીની લંબાઈ ધરાવતા મેટ્રો પ્રોજેક્ટ્સ આયોજન અને મૂલ્યાંકનના વિવિધ તબક્કાઓમાં છે. આ પ્રોજેક્ટ્સમાં દિલ્હી મેટ્રો ફેઝ 4-103.93 કિમી, દિલ્હી એન્ડ એનસીઆર – 21.10 કિમી, વિજયવાડા – 26.03 કિમી, વિશાખાપટનમ – 42.55 કિમી, ભોપાલ – 27.87 કિમી, ઇન્દોર – 31.55 કિમી, કોચી મેટ્રો ફેઝ 2 – 11.20 કિમી, ગ્રેટર ચંદીગઢ રિજન મેટ્રો પ્રોજેક્ટ – 37.56 કિમી, પટણા – 27.88 કિમી, ગૌહાટી – 61 કિમી, વારાણસી – 29.24 કિમી, થિરુવનંતપુરમ અને કોઝિકોડ (લાઇટ રેલ ટ્રાન્સપોર્ટ) – 35.12 કિમી અને ચેન્નાઈ ફેઝ 2 – 107.50 કિમીનો સમાવેશ થાય છે

ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર અમદાવાદ પછી સુરત અને રાજકોટનો મેટ્રોરેલનો પ્રોજેક્ટ બનાવી રહી છે ત્યારે તેની દરખાસ્તો મ્યુનિસિપલ કમિશનરોએ ગુજરાત સરકારને આપી છે. આ ત્રણેય મેટ્રો પ્રોજેક્ટનો ખર્ચ 40 હજાર કરોડ રૂપિયા થાય છે. રાજ્ય સરકારે અમદાવાદ-ગાંધીનગર મેટ્રોરેલના પ્રોજેક્ટમાં અગાઉ ગાંધીનગરને બાદ કરી દીધું હતું પરંતુ કેન્દ્ર સરકારે મંજૂરી આપતાં હવે ગાંધીનગરમાં મેટ્રોરેલનું કામ શરૂ કરવામાં આવનાર છે. ગાંધીનગરના પ્રોજેક્ટ માટે સરકારને 6500 કરોડ રૂપિયાની આવશ્યકતા રહેશે.અમદાવાદ મેટ્રોરેલ માટે જાપાન સરકારના નાણાં લેવામાં આવ્યા છે પરંતુ રાજ્યના અન્ય ત્રણ શહેરો—વડોદરા, સુરત અને રાજકોટ માટે નાણાકીય આયોજન અંગે વિચારણા કરવામાં આવી છે. શહેરી વિકાસ વિભાગના એક અધિકારીએ જણાવ્યું હતું કે ગુજરાતમાં જો ત્રણ શહેરોમાં મેટ્રો રેલનો પ્રોજેક્ટ બનાવવો હોય તો સરકારે 40 હજાર કરોડ રૂપિયા પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ એટલે કે પીપીપી મોડથી મેળવવા પડે તેમ છે. ઉલ્લેખનીય છે કે અમદાવાદ મેટ્રોરેલનું કામ પહેલાં અનિલ અંબાણીની કંપનીને આપવાનું હતું પરંતુ છેવટે કંપની ખસી જતાં ગુજરાત સરકારે જાતે જ આ પ્રોજેક્ટનું કામ શરૂ કરવું પડ્યું છે.

Leave a Reply

Your email address will not be published.