ભારતીય ક્રિકેટ ટીમે ચાર ટેસ્ટ મેચોની સિરીઝના પ્રથમ મુકાબલામાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ શરમજનક હારનો સામનો કરવો પડ્યો છે. હવે આ હાર બાદ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે.
મળતી માહિતી મુજબ, ઈજાગ્રસ્ત મોહમ્મદ શમી સિરીઝમાંથી બહાર થઈ ગયો છે. મહત્વનું છે કે આજે એડિલેડ ટેસ્ટમાં બેટિંગ કરવા સમયે મોહમ્મદ શમીને પેટ કમિન્સનો બોલ હાથ પર લાગ્યો હતો. ત્યારબાદ તે રિટાયર્ડ હર્ટ થયો હતો.
Ind vs Aus: Mohammad Shami out of series with fractured arm
— ANI Digital (@ani_digital) December 19, 2020
Read @ANI Story | https://t.co/eigEzBrVBY pic.twitter.com/akRIN1lejP
ભારતીય ટીમે એડિલેડ ટેસ્ટમાં મુશ્કેલીમાં હતી. ટીમે 9 વિકેટ ગુમાવી ત્યારબાદ શમી ક્રિઝ પર આવ્યો હતો. પેટ કમિન્સના એક બાઉન્સરથી બચવા જતા બોલ તેના હાથમાં લાગ્યો હતો. બોલ લાગ્યા બાદ સખત દુ:ખાવો થતા શમી મેદાન છોડી બહાર ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તેને સ્કેન માટે હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. મળતી માહિતી મુજબ શમીને હાથમાં ફ્રેક્ચર થયું છે. જેના પગલે તે સિરીઝની બાકી રહેલી ત્રણેય ટેસ્ટ મેચ રમી શકશે નહીં.
ભારતીય ટીમે એડિલેડ ટેસ્ટની બીજી ઈનિંગમાં પોતાના ટેસ્ટ ઈતિહાસનો સૌથી ઓછો સ્કોર બનાવતા ટીમ 36 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ 8 વિકેટ સાથે મેચ જીતીને સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી છે. પ્રથમ મેચ બાદ કેપ્ટન કોહલી પણ સ્વદેશ પરત ફરવાનો છે. હવે મોહમ્મદ શમી ઈજાગ્રસ્ત થતા ભારતની ચિંતા વધી છે. મહત્વનું છે કે અનુભવી ફાસ્ટ બોલર ઈશાંત શર્મા ઈજાને કારણે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયો નથી. તો ઓપનર રોહિત શર્મા પણ ઓસ્ટ્રેલિયામાં છે, પણ તે ક્વોરેન્ટાઇનના નિયમોને કારણે બીજી ટેસ્ટ રમી શકશે નહીં.