RSS (રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ)ના પ્રમુખ મોહન ભાગવત ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી પહોંચ્યા છે. જેમાં સંઘની કાર્યકારી બેઠક તેમના નેજા હેઠળ યોજાશે. સંઘની આ કાર્યકારિણી બેઠકમાં 60 જેટલા સંઘ પ્રમુખો, પ્રચારકો અને કાર્યકરો ઉપસ્થિત રહેશે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી પણ ગુજરાતના પ્રવાસે આવ્યા હતાં અને તેના પહેલા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ પણ ગુજરાતના પ્રવાસે આવ્યા હતાં. ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠકોની પેટાચૂંટણી પહેલા તેમનો પ્રવાસ ઘણો મહત્વનો મનાય છે. તેમા પણ મતદાન પૂર્વે તેમની હાજરીથી સંઘના સ્થાનિક કાર્યકરો સક્રિય થઈ ગયા છે. આ સિવાય તેમના આગમનને લઈને અનેક પ્રકારના તર્ક વિતર્ક ઉઠી રહ્યા છે.