રાષ્ટ્રીય સ્વંયસેવક સંધના વડા મોહન ભાગવત આજથી ૨ દિવસના ગુજરાત પ્રવેશે આવ્યા છે. સંધના નવનિર્મિત ડોકટર હેડગેવાર સ્મારકમાં અમદાવાદના મણીનગરમાં ઉદ્વઘાટન કરવા માટે આવ્યા હતાં. ડો. હેડગેવાર ભવનનું લોર્કાપણ આરએસએસ સંધનાં મોહન ભાગવતના હસ્તે થયું હતું. તેમજ સંધનાં અન્ય કાર્યકમોમાં પણ હાજરી આપી હતી.

ડો. હેડગેવારના ઉદ્વગાટનમાં આજે સવારે સવા ૯ વાગ્યે મોહન ભાગવતે ભારત માતા સમક્ષ દિપ પ્રાગટય કરી ભવનમાં પ્રવેશ કર્યો હતો. સવારે સાડા ૧૦ વાગ્યે નિમાર્ણ સાથે વિવિધ કાર્યકમો યોજાયા હતાં. ડો. હેડગેવાર સ્મારક ભવનમાં પાર્કિગ માટે બે બેઝમેન્ટ છે. પ્રથમ માળે ૩૦૦ વ્યકિતઓ બેસી શકે તેવો મેન હોલ છે. બીજી અને ત્રીજા માળે ૬૦થી ૧૦૦ વ્યકિતઓ બેસી શકે તેવો નાનો હોલ છે. તેમજ લાઇભ્રેરી પણ બનાવેલી છે. ભવનના ચોથા અને પાંચમાં માળે નિવાસ માટે રૂમ બનાવેલો છે.