/

રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજા પર થયો નોટોના વરસાદ.

પોરબંદર જિલ્લાના રાણાવાવ કુતીયાણા બેઠકના ધારાસભ્ય અને સંતોકબેન જાડેજાના પુત્ર કાંધલ જાડેજાના મત વિસ્તારમાં યોજાયેલા ધાર્મિક કાર્યક્રર્મમાં કાંધલ જાડેજા પર નોટોનો વરસાદ થયો હતો. કાંધલ જાડેજા રાણાવાવ કુતિયાણા મતવિસ્તારમાં સારી એવી લોકચાહના ધરાવે છે. અને પોતાના મતવિસ્તાર ના મતદારો માટે સતત ખડેપગે ઉભા રહે છે. કાંધલ જાડેજા એક સામાન્ય નાગરીકની જેમ લોકો સાથે હળીમળી ને રહે છે. અને પોતના મતદારોને હંમેશા ખુશ રાખે છે ત્યારે કાંધલ જાડેજા એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપવા ગયા ત્યારે આમઆદમીની જેમ લોકો સાથે ભોજન પણ લેતા નઝરે પડ્યા હતા.

રાણાવાવ કુતિયાણા મતવિસ્તારમાં આવેલા કડછ ગામે યોજાયેલા ધાર્મિક પ્રશ્નગમાં હાજરી આપવા ગયેલા રાણાવાવ કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાએ મહેરસમાજની પરંપરાગત પાઘડી પહેરીને રામદેવજી મહારાજના બારપહોર પાઠમાં હાજરી આપવા ગયા હતા ત્યાં વિસ્તારના મતદારોએ કાંધલ જાડેજા નું અનેરુ સ્વાગત કર્યું હતું.ધાર્મિક કાર્યક્રમમાં લોકડાયરો પણ યોજાયો હતો જેમાં કાંધલ જાડેજા ઉપસ્થિત હતા. તે સમયે લોકોનો પ્રેમ કાંધલ પર વર્ષે તેવી જ રીતે નોટો નો વરસાદ થયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ઘેડ પંથકના 22 ગામોને સિંચાઈના પાણીની સમસ્યા સર્જાણી હતી. ત્યારે કાંધલ જાડેજાએ પોતના ખીસ્સામાંથી 4.10 લાખની રકમ ભરપાઈ કરી ભાદર ડેમમાંથી પાણી છોડાવ્યું હતું. તેથી લોકોને કાંધલ પરનો વિશ્વાશ અને પ્રેમ પણ વધી ગયો છે ભૂતકાળ માં કાંધલ જાડેજા એ પીવાના પાણી અને સિંચાઈના પાણી માટે લાખો રૂપિયા ભરી ને ખેડૂતોના મસીહા બની ગયા હતા .આજે પણ રાણાવાવ કુતિયાણા મતવિસ્તારમા કાંધલ જાડેજાની લોકચાહના અતૂટ છે.

Leave a Reply

Your email address will not be published.