///

રાહતના સમાચાર : હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે, 98થી 100 ટકા વરસાદ પડી શકે છે

ભારતીય હવામાન વિભાગ દ્વારા ખેડૂતો માટે ખુશ ખબર મળી રહ્યા છે. હવામાન વિભાગના અનુસાર 26 મેથી 1 જૂન વચ્ચે કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થશે. જ્યારે ગુજરાતમાં 15થી 20 જૂન વચ્ચે ચોમાસુ ગુજરાત આવી પહોંચશે. આ વર્ષે ચોમાસુ સામાન્ય રહેવાનું પુર્વાનુમાન વ્યક્ત કરાયું છે. હવામાન વિભાગના અનુસાર દક્ષિણ પશ્ચિમ ચોમાસુ અંદમાન નિકોબારમાં શુક્રવારે સવારે આવી પહોંચ્યું જેના પગલે નિકોબારમાં હળવાથી સામાન્ય વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગનાં અનુસાર આ વર્ષે અલ નીનો અથવા લા નીનોની કોઇ અસર નહી જોવા મળે. દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસામાં વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. હવામાન વિભાગે ચોમાસુ સામાન્ય રહેવાની આગાહી વ્યક્ત કરતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે. જો કે અગાઉ ખાનગી હવામાન એજન્સી 103 ટકા ચોમાસુ રહેવાની શક્યતા વ્યક્ત કરી ચુક્યું છે.

ચોમાસાની સિઝનમાં વરસાદ સામાન્ય કરતા વધારે રહ્યો હતો. જેની સરખામણીએ વરસાદ સામાન્ય રહેવાની શક્યતા છે. નોંધનીય છે કે, હવામાન વિભાગનાં અનુસાર વરસાદ 96 થી 104 ટકા સુધી પડે તો આ વરસાદ સામાન્ય માનવામાં આવે છે. જેથી ચાલુ વર્ષે ચોમાસુ સામાન્ય રહેશે. જે ખેડૂતો માટે ખુબ જ ખુશીના સમાચાર છે.

Leave a Reply

Your email address will not be published.