//

ફોરેક્સ ટ્રેડિંગના નામે 1 કરોડથી વધુનુ કૌભાંડ, 3 શખ્સની ધરપકડ

રાજકોટ સાઇબર ક્રાઈમ બ્રાન્ચે ફોરેક્સ ટ્રેડિંગના નામે કોલસેન્ટર ચલાવી લોકોને લાલચ આપી કૌભાંડ આચરનાર ત્રણ શખ્સની ધરપકડ કરી છે.

ક્રાઇમ બ્રાંન્ચને ફોરેક્સ ટ્રેડિંગના નામે કોલસેન્ટર ચલાવી લોકોને લાલચ આપી કરોડોનું કૌભાંડ આચરનારની ધરપકડ કરી છે. જેમાં 1 કરોડથી વધુનું કૌભાંડ આચર્યુ હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડને લઇને ક્રાઇમ બ્રાન્ચે 3 શખ્સની ધરપકડ કરી છે. જ્યારે પકડાયેલા ત્રણ શખ્સમાં જૂનાગઢના જયસુખ ચીનુભાઈ સરવૈયા, આશિષ ઉપેન્દ્ર દવે અને જિતેન્દ્ર હસમુખ જાગાણીનો સમાવેશ થાય છે, જ્યારે આ કૌભાંડનો મુખ્ય સુત્રધાર સુરતનો છે જે પોલીસ પકડથી હજુ દૂર છે.

Leave a Reply

Your email address will not be published.