///

સી પ્લેનમાં સફર કરવા 1500થી વધુ લોકોએ ટિકીટ માટે કરી ઈન્કવાયરી

આજે દેશવાસીઓને પ્રથમ સીપ્લેનની સેવા મળી ગઈ છે. જેને વડાપ્રધાન મોદી દ્વારા વિધિવત રીતે પ્રારંભ કરવામાં આવ્યો છે. જેને લઈને હાલ દેશમાં સી પ્લેનની જ ચર્ચા થઈ રહી છે. ત્યારે સી પ્લેનમાં સફર કરવા માટે ઈન્ક્વાયરી પણ વધી ગઈ છે. અત્યાર સુધી 1500થી વધુ લોકોએ ટિકીટ માટે ઈન્ક્વાયરી કરી છે તેવુ સ્પાઈસ જેટના સીએમડી અજય સિંગે જણાવ્યું છે.

અજય સિંગે માહિતી આપતા જણાવ્યું કે, હવે કેવડિયાથી સુરત સુધીના રૂટની વિચારણા ચાલી રહી છે. તેમજ લોકોનો ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. ગઇકાલથી અત્યાર સુધીમાં 1500થી વધુ લોકોએ ટીકીટ માટે ઇન્કવાયરી કરી છે. જેમાં 30 થી 40 ટકા ટીકીટ ઉડાન હેઠળ આપવામાં આવશે. હાલમાં દૈનિક 4 ટ્રીપ રહેશે. બાદમાં 8 ટ્રીપ કરવામાં આવશે. ટુરિઝમ ક્ષેત્રે ખુબ મોટી શરૂઆત સી-પ્લેન સાથે થઇ છે.

આગામી સમયે કેવડિયાથી સુરત સી પ્લેન સેવા શરુ કરાશે. ટુરિઝમ ડિપાર્ટમેન્ટના સૂચનો મુજબ અન્ય જગ્યાથી પણ સીપ્લેન શરુ થશે. શરૂઆતમાં બે અમદાવાદ અને બે કેવડિયાથી સીપ્લેન ઉડાન ભરશે. થોડા દિવસો બાદ બંને તરફથી ચાર ચાર ઉડાન શરૂ થશે. હાલ સીપ્લેન માટે ખુબ મોટા પ્રમાણમાં બુકિંગ આવી રહ્યા છે. 1500 થી વધુ લોકોએ બુકીંગ માટે રસ દેખાડ્યો છે. તમામ ટિકિટો 1500 રૂપિયામાં નહિ હોય, 40 ટકાથી વધુ ટિકિટોના ભાવ વધારે હશે.

તો બીજી તરફ એવિયેશન મિનિસ્ટર હરદીપસિંહ પૂરીએ જણાવ્યું કે, સી પ્લેન માટે ગુજરાત સરકાર અને લોકોને શુભકામનાઓ. અહીં ખૂબ જ જલ્દી ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવ્યું છે. હાલ દિવસમાં 4 વાર સી-પ્લેન ઉડશે. આગામી સમયે તેમાં વધારો કરાશે. આ ખૂબ નાની શરૂઆત છે, આગામી સમયે વધારે મોટા આયામો સર કરાશે.

Leave a Reply

Your email address will not be published.