વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જો આંકડાની વાત કરવામાં આવે તો અત્યારસુધીમાં 5.60 કરોડથી વધુ લોકો સંક્રમિત થયા છે. જ્યારે આ મહામારીના પગલે 13 લાખ લોકોના મોત નિપજ્યા છે. આ વચ્ચે સારા સમાચાર એ છે કે કોરોનાથી 3.90 કરોડથી વધારે લોકો સ્વસ્થ થઇ ઘરે પરત ફરી ચૂક્યા છે.
વિશ્વ સહિત તમામ દેશ કોરોના સામે લડાઇ રહ્યોં છે. ત્યારે અમેરીકામાં છેલ્લા એક અઠવાડીયાથી દરરોજ કોરોનાના 1 લાખ કેસ નોંધાય છે. જેના પગલે સંક્રમિતોનો આ આંકડો 1 કરોડને પાર પહોંચી ગયો છે. જ્યારે આ મહામારીને પગલે 2.50 લાખથી વધુ લોકોના મોત નિપજ્યા છે.
બ્રિટનમાં સરકારે દેશના કેટલાક ભાગમાં કેટલાંક સપ્તાહ માટે આંશિક લોકડાઉન લગાવ્યું હતું. જોકે તેનાં સારાં પરિણામો મળ્યાં નથી. 24 કલાક દરમિયાન મૃત્યુ પામનારાઓનો આંકડો અગાઉના દિવસોની સરખામણીમાં ઝડપથી વધ્યો છે. કુલ 598 લોકોનાં મોત નિપજ્યાં છે. તેની સાથે લગભગ 22 હજાર નવા કેસ સામે આવ્યા છે. બ્રિટનમાં કુલ 52 હજાર 745 લોકોના મોત નિપજ્યાં છે.