///

ચીનમાં કોરોના બાદ વધુ એક વાયરસનો આતંક, 6000થી વધુ લોકો થયા સંક્રમિત

દુનિયા અત્યારે ચીનના વુહાનથી ફેલાયેલા કોરોના વાયરસ સામે જીત મેળવી શકી નથી ત્યાં તો અહીં એક નવા વાયરસે આતંક ફેલાવ્યો છે. જેમાં આ વાયરસથી 6000થી વધુ લોકો સંક્રમિત થયા છે. આ વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. આ વાયરસનું નામ બ્રૂસીલોસિસ છે.

આ વાયરસની જાણકારી ચીનના ગાંસુ પ્રાંતની રાજધાની લાન્ચોના સ્વાસ્થ્ય વિભાગે આપી છે. આ અંગે મળતી માહિતી અનુસાર 6000થી વધુ લોકો તેની ઝપેટમાં આવી ચૂક્યા છે. બ્રૂસીલોસીસ વાયરસને માલ્ટા ફીવરના નામે પણ ઓળખવામાં આવે છે. તેને એક રીતનો જુનોટિક બેક્ટેરિયલ સંક્રમણ ગણવામાં આવે છે. ત્યારે અહીની સરકારે કુલ 55725 લોકોના ટેસ્ટ કરાવ્યા છે જેમાંથી 6620 લોકો સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.

WHOના આધારે આ વાયરસ સંક્રમિત જાનવરોના સીધા સંપર્કમાં આવવાથી કે પછી ડેરી પ્રોડક્ટથી કે હવાની મદદથી પણ ફેલાય છે. એક બાયોફાર્માસ્યુટિકલ કંપનીમા થયેલા લીકેજના કારણે આ વાયરસ ચીનમાં ફેલાયો હોવાનું પણ માનવામાં આવી રહ્યું છે.

આ ઉપરાંત જે વિસ્તારોમાં આ વાયરસ ફેલાયો છે ત્યાં જાનવરોના સંપર્કમાં આવ્યા બાદ પોતાને સેનેટાઈઝ કરવું જરૂરી બન્યું છે. સંક્રમિત પશુનું દૂધ પીવાથી બચવું, દૂધને ઉકાળીને ઉપયોગમાં લેવું, કાચા દૂધનું સેવન ન કરવું, ઘરમાં પશુ લાવવાનું વિચારી રહ્યા છો તો પહેલાં તેની બ્રૂસીલોસિસની તપાસ કરાવો સાથે જ પશુની સાથે પણ શારીરિક અંતર રાખવું જરૂરી બની ગયું છે.

Leave a Reply

Your email address will not be published.