//

રાજકોટ શહેરમાં મચ્છરોનું ઉપદ્રવ વધ્યું : 4.50 લાખ મિલકત વચ્ચે માત્ર 60 ફોગીંગ મશીન

ઉનાળાના આકરા તાપ વચ્ચે પણ રાજકોટ શહેરના વિવિધ વિસ્તારોમાં મચ્છરોના ઉપદ્રવની સંખ્યાબંધ ફરિયાદો ઉઠી છે જેના પગલે રાજકોટ મહાનગર પાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે. આરોગ્ય વિભાગ દ્વારા આજથી એક મહિના સુધી ખાસ ફોગીંગ ઝુંબેશ શરૂ કરી છે. શહેરમાં મચ્છર જન્ય રોગચાળો ન વકરે તે માટે વન ડે થ્રી વોર્ડની ફોગીંગ ઝુંબેશ હાથ ધરી છે જેમાં અલગ અલગ ટિમો બનાવી શહેરના વિવિધ વિસ્તારમાં સવારના 9 વાગ્યાથી રાત્રી 8 વાગ્યા સુધી ફોગીંગ મશીન મારફત ફોગીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એકાએક મચ્છરોના ઉપદ્રવ શહેરી વિસ્તારમાં જોવા મળવા પાછળનું કારણ બેડી ખાતે આજી નદીમાંથી દૂર કરવામાં આવેલ જલકુંભી એટલે કે ગાંડી વેલ માનવામાં આવે છે.

ફોગીંગની સાથે સાથે દવા છંટકાવની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે જો આ સમયસર કરવામાં ન આવે તો રાજકોટ શહેરની જનતા ને મોટા પ્રમાણમાં મચ્છર જન્ય રોગચાળાનો સામનો કરવો પડે તેવી પુરી શકયતા જોવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે રાજકોટ શહેરની 16 લાખની વસ્તી અને 4.50 લાખ મિલકત વચ્ચે માત્ર 60 ફોગીંગ મશીન મનપા પાસે ઉપલબ્ધ છે જે પણ એક ચિંતાનો વિષય છે.

Leave a Reply

Your email address will not be published.