//

માર્કેટિંગ યાર્ડમાં મચ્છર મારવાના આંદોલન કરતા ખેડૂતો અને વેપારીને ત્રાસ આપવાનું બંધ કરો : રીબડીયા

રાજકોટ માર્કેટ યાર્ડમાં મચ્છરોના ત્રાસ બાબતે આંદોલન ચાલી રહ્યું છે ખેડૂતો અને વેપારીઓ ઘણા દિવસથી માર્કેટિંગ યાર્ડના વહીવટ કરતા સામે આંદોલન ચલાવી રહ્યા છે  ત્યારે વિસાવદરના ધારાસવભય હર્ષદ રીબડીયાએ સરકાર સામે રોષ ઠાલવ્યો છે અને  સોશ્યલ મીડિયાના માધ્યમથી વિડીયોથી સરકારને જણાવ્યુંછે કે મચ્છરોના ત્રાસ દૂર કરવાને બદલે સરકારે જે ખેડૂતો અને વ્યાપારીઓ સામે પોલીસ ફરિયાદ કરી છે તે ફરિયાદ તાત્કાલિક પાછી ખેંચી લેવી જોઈએ વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રીબડીયા એ જણાવ્યું હતું કે મચ્છરો માટેની લડત છે જે તંત્ર મચ્છર નથી મારી શકતું તે સરકાર પાસે શું અપેક્ષા રાખવી રીબડીયા એ આકરા પ્રહાર કરી ને સરકાર ની ઝાટકણી કાઢીને જણાવ્યું હતું કે જે મચ્છર માટે ખેડૂતો અને વેપારીઓને આંદોલનો કરવા પડે તે સરકારે શાનમાં સમજી જવા ઈશારો કરાયો હતો ખેડૂતો અને વેપારી પર જુલ્મ બંદ કરવાની ધારાસભ્ય રીબડીયાએ ચેતવણી આપી હતી.

Leave a Reply

Your email address will not be published.