///

પ્રથમ ગ્રાસે મક્ષિકા ટ્રમ્પ-મોદી મોટેરા સ્ટેડિયના જે ગેટમાંથી પસાર થવાના હતાં તે જ VVIP ગેટ એકાએક ધરાશાઈ જુઓ વિડિઓ

અમેરિકન રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ હવે અમદાવાદ પહોંન્ચે તેને લઇ ઘડીઓ ગણાઈ રહી છે. ત્યારે ટ્રમ્પના આગમને લઇ અમદાવાદ શહેર ભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તૈયારીને વચ્ચે આજે સવારે મોટેરા સ્ટેડિયમની બહાર જે વીવીઆઈપી ગેટ બનાવવામાં આવ્યો હતો તે જ ગેટ એકાએક તુટી ગયો છે. આ એજ ગેટ છે કે જ્યાંથી ટ્રમ્પ અને મોદી પસાર થવાના હતા. ગેટ તૂટી જતા થોડી ક્ષણ માટે દોડધામ મચી ગઈ હતી. અને મહત્વની વાત એ છે કે જે ગેટ તૂટ્યો તે બહારનો VVIP ગેટ છે. આજ ગેટ નંબર 3 માંથી ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદી બંને પસાર થવાના હતા. મોટેરા સ્ટેડિયમ પાસેનો આ ગેટ ધરાશાઈ થયો હતો.

Leave a Reply

Your email address will not be published.