//

માતા પુત્ર-પુત્રી સહીત ચારનો કુવામાં પડી સામુહિક આપઘાત થી ચકચાર

અમરેલી
કલ્પેશ ખેર

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના વિસળીયા ગામે આજે માતાએ પોતાના ત્રણ સંતાનો સહીત ચારેયે કુવામાં પડી આપઘાત કરી લેતા નાના એવા વિસળીયા ગામમાં અરેરાટી બોલી ગયેલી છે અમરેલી જિલ્લાના વિસળીયા ગામે આજે એક માતાએ પોતાના બે પુત્ર અને એક પુત્રી સહીત ચારેય લોકોએ એક સાથે કુવામાં પડી આપઘાત કર્યાનું સામે આવ્યું છે ઘટના ની જાણ થતા ગ્રામ્ય D.Y.S.P કુશલ ઓઝા, ધારાસભ્ય અમરીશ ડેરપૂર્વ સંસદીય સચિવ સહીતના અધિકારીઓ અને રાજકીય આગેવાનો ઘટના સ્થળ પર પહોંચ્યા હતા હાલ કોરોના વાયરસને કારણે લોકડાઉન છે તેવા સમયે જ માતા, 2 પુત્ર અને પુત્રી સહીત ચાર લોકો એક જ ઘરના સભ્યોએ કુવામાં પડી આપઘાત કરતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે પોલીસની પ્રાથમિક તાપસમાં ઘર કંકાસમાં પરિવારના ચાર સભ્યોએ એક સાથે કુવામાં પડી આપઘાત કર્યો હોવાનું પોલીસ પ્રાથમિક અનુમાન લગાવી રહી છે, હાલ પોલીસે સ્થાનિક લોકો અને ફાયર બ્રિગેડની મદદ થી તમામ લાશનો કબ્જો લઇ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપેલ છે.

Leave a Reply

Your email address will not be published.