
આગામી 24 અને 25 ફેબ્રુઆરીએ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડીયમ ખાતે આવવાના છે. પૂર્વે અમદાવાજ જિલ્લા સહીતની પોલીસ ટુકડીઓ મોટેરા સ્ટેડીયમ પહોંચી હતી અને સુરક્ષાની કેટલી તૈયારીઓ છે તેનું નિરીક્ષણ કર્યું હતું. વિશ્વની બે મહાન વિભૂતિઓ જયારે વિશ્વ ના પ્રથમ એવા મોટેરા સ્ટેડીયમ ની મુલાકત લેવા પધારવા ના છે ત્યારે વહેલી સવારે અમદાવાદ સહીત રાજ્ય ના 25 IPS 80 ACP સહીત કાફલો નમસ્તે ટ્રેમ્પના કાર્યક્મની સુરક્ષા કરશે. આજે જિલ્લાના ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને સ્થાનિક પોલીસ અધિકારીઓ મોટેરા સ્ટેડીયમનું હાલ નિરિક્ષણ કરી રહ્યા છે.