///

રાજ્ય સરકાર સામે 10 હજારથી વધુ HTAT આચાર્યનું આંદોલન

ગુજરાત રાજ્ય HTAT હિતરક્ષક સમિતિ દ્વારા ત્રિમંદીર ખાતે વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. પડતર પ્રશ્નોને લઈને આચાર્યો દ્વારા ધરણા કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. ત્યારે અનેક વખત સરકારને રજૂઆત બાદ પણ પ્રશ્નોનું નિરાકરણ ન આવતા ધરણા પર બેઠા હતાં. રાજ્યના 10 હજારથી વધુ HTAT આચાર્યોએ સરકાર સામે આંદોલન ઉપાડ્યું છે.

4200ની જગ્યાએ 4400 ગ્રેડ પે લાગુ કરવા HTAT આચાર્યોએ માગ કરી છે. 2012માં HTAT કેડર લાગુ કરાઈ હતી. પરંતુ હજી સુધી નિયમો બન્યા નથી. નિયમોના અભાવે HTAT આચાર્ય કરતા શિક્ષકોનો પગાર વધારે છે. જેને લઇ તાત્કાલિક બઢતી અને ઉચ્ચતર પગાર ધોરણના નિયમો બનાવવા માગ કરવામાં આવી છે. આ ઉપરાંત ઓવર સેટઅપનો પરિપત્ર રદ કરવા માગ કરાઈ છે.

આ ઉપરાંત ધોરણ 1થી 8માં 250 વિદ્યાર્થીઓને એક HTAT આચાર્યને બદલે 150 વિદ્યાર્થીઓને એક HTAT આચાર્ય આપવા માગ કરી છે. ગુજરાત રાજ્ય HTAT હિતરક્ષક સમિતિ દ્વારા આજે સરકારને આવેદનપત્ર આપવામાં આવશે. શિક્ષણ પ્રધાનને આજે 3 કલાકે મળીને HTAT આચાર્યો દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવશે. જ્યાં સુધી માંગણીઓ પુરી નહિં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે. તેમજ આગામી દિવસોમાં પણ આંદોલન ચાલુ રહેશે.

Leave a Reply

Your email address will not be published.