
જામનગર
કોરોના વાયરસમાં હાલની કપરી પરિસ્થિતિ માં લોકોના આરોગ્યની ચિંતા વધી રહી છે રાજ્ય અને કેન્દ્ર સરકારે જનતાના જીવની ચિંતા કરી મુખ્યમંત્રી રાહત ફંડ અને વડાપ્રધાન રાહત ફંડ માટે લોકોને અપીલ કરી છે ગુજરાતના તમામ ધારાસભ્યોએ પણ એક માસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી છે ત્યારે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ અને ઉદ્યોગપતિએ પણ આર્થિક સહાય કરી છે ત્યારે જામનગરના સાંસદ પૂનમ માડમે સાંસદને મળતા પગારની રકમ એક મહિનો નહીં લેવા અને તે પગાર વડાપ્રધાન રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી છે સાથે આરોગ્ય લક્ષી સેવા માટે એક કરોડ 10 લાખ નીગ્રાન્ટ પણ ફાળવી છે પૂનમ માડમે એક કરોડ 10 લાખ રૂપિયા ફાળવી આધુનિક સાધનો વસાવવા અપીલ કરી છે જંગર અને દ્વારકા જિલ્લાની અલગ અલગ હોસ્પિટલો માટે દવા મેડિકલ સાધનો માટે જુદી જુદી રકમ ફાળવી આપી છે.