///

નવા સંસદ ભવનમાં સાંસદોને મળશે આ તમામ આધુનિક સુવિધાઓ

સંસદના નવા ભવનનું નિર્માણ કાર્ય ચાલુ વર્ષના ડિસેમ્બરમાં શરૂ થઈ રહ્યું છે, જે ઓક્ટોબર 2022 સુધીમાં બનીને તૈયાર થઈ જશે. આ વાતની જાણકારી લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા શુક્રવારના સમીક્ષા બેઠક બાદ લોકસભા સચિવાલયે આપી હતી.

માહિતી આપતા લોક સભા અધ્યક્ષ ઓમ બિરલાએ કહ્યું કે, નવું સંસદ ભવન દુનિયાના સૌથી આધુનિક ભવનમાંનું એક હશે. જેમાં સાંસદોને પેપર લેસ ઓફિસની સાથે લાઉન્જ, લાયબ્રેરી અને સમિતિઓ બેઠક ખંડની સાથે જ તમામ પ્રકારની સુવિધાઓ મળશે. સંસદ ભવનમાં તમામ ડિજિટલ સુવિધાઓ હશે. લોક સભા અધ્યક્ષે શહેરી વિકાસ મંત્રી હરદીપ પુરી અને તમામ અધિકારીઓ સાથે નવા સંસદ ભવનની તમામ વ્યવસ્થાની જાણકારી મેળવી.

આ ભવનના નિર્માણના કામકાજ પર નજર રાખવા માટે મોનિટરિંગ સમિતિ બનાવવામાં આવી રહી છે, જેમાં લોક સભા સચિવાલય અને શહેરી વિકાસ મંત્રાલયના અધિકારીઓ સાથે જ લોક નિર્માણ વિભાગ, એનડીએમસી અને પરિયોજનાના આર્કિટેક્ટ સામેલ હશે.

Leave a Reply

Your email address will not be published.