/////

ભારત અને તેના કાયદા નાપસંદ હોય તો મુફ્તીએ પાકિસ્તાન જતા રહેવું જોઈએ : નીતિન પટેલ

જમ્મૂ કશ્મીમાં કલમ 370 હટાવવા પર પીડીપી અધ્યક્ષ મહેબૂબા મુફ્તી બરાબર ગુસ્સે થયા છે સાથે જ વિવાદી નિવેદનો આપી રહ્યા છે. હાલમાં જ તેમણે કલમ 370 અને ત્રિરંગા પર આપેલા નિવેદનથી પૂરો દેશ ગુસ્સામાં છે. જેને લઈને ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે. તો બીજી બાજુ આ મુદ્દે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ તેમના પ્રત્યે નારાજગી વ્યક્ત કરી છે. જેમાં તેમણે કહ્યું કે, જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તીને જો ભારત અને તેના કાયદા નાપસંદ હોય તો તેઓ પરિવાર સાથે પાકિસ્તાન જતા રહે.

નીતિન પટેલે વડોદરામાં આવેલા કુરાલી ગામમાં પેટાચૂંટણી માટે એક સભા સંબોધી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દેશની સુરક્ષા માટે નાગરિકતા સંશોધન કાયદો લાવ્યા અને તેમણે કલમ 370ની જોગવાઈઓને સમાપ્ત કરી. ત્યારે મહેબૂબા છેલ્લા બે દિવસથી વિવાદિત નિવેદનો આપી રહ્યા છે. તેમણે હવાઈ ટિકિટ ખરીદવી જોઈએ અને પરિવાર સાથે કરાચી જતા રહેવું જોઈએ. બધા માટે એ જ યોગ્ય રહેશે.

વધુમાં તેમણે કહ્યું કે, મહેબૂબા મુફ્તી ઈચ્છે તો કરજણ તાલુકાની જનતા તેમને પ્લેનની ટિકિટ ખરીદવા માટે પૈસા મોકલી આપશે. જેમને ભારત પસંદ નથી અથવા સરકાર દ્વારા બનાવવામાં આવેલા CAA જેવા કાયદા કે કલમ 370ની જોગવાઈઓ હટાવવી પસંદ નથી તેવા લોકોનું ભારતમાં કંઈ કામ નથી.

Leave a Reply

Your email address will not be published.