/

મુકેશ અંબાણી અનિલ અંબાણીની ટેલિકોમ કંપની ઈન્ફ્રાટેલને ખરીદશે

મુકેશ અંબાણી દેવામાં ડૂબેલા પોતાના નાના ભાઇ અનિલ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ફ્રાટેલને ખરીદી લેવાના છે. તેમની આ કંપની પર નજર હતી, ત્યારે હવે ખરીદીના પ્લાનને મંજૂરી મળી ગઇ છે. અનિલ અંબાણીની રિલાયન્સ જૂથની વિવિધ કંપનીઓ દેવાના બોજ હેઠળ દબાયેલી છે. આ વર્ષે જ અનિલ અંબાણીએ લંડનની એક કોર્ટમાં પોતાની નેટવર્થ ઝીરો હોવાનું જણાવ્યું હતું.

મુકેશ અંબાણીની જિયો અનિલ અંબાણીની ઇન્ફ્રાટેલનું અધિકરણ કરવા જઇ રહી છે. તેને રાષ્ટ્રીય કંપની કાયદા ટ્રિબ્યુનલની મંજૂરી મળી ગઇ છે. અનિલ અંબાણીની મોટા ભાગની કંપનીઓ વેચાણની પ્રક્રિયામાંથી પસાર થઇ રહી છે. તેવા સમયે આ મંજૂરી મળી છે. જ્યારે મુકેશ અંબાણીની કંપનીઓનો વિસ્તાર થઇ રહ્યો છે. તેમની સંપત્તિ 75 બિલિયન ડોલરથી વધુ છે. તાજેતરમાં જ રિલાયન્સ જિયોને વિશ્વભરના વિવિધ દેશોમાંથી રોકાણ મળતા તેની સ્થિતિ વધુ મજબૂત થઇ છે.

તો બીજી બાજુ અનિલ અંબાણી જૂથની વધુ એક કંપની રિલાયન્સ કેપિટલ પણ આર્થિક સંકટમાં છે. તેના વેચાણની પ્રક્રિયા પણ ચાલી રહી છે. ત્યારે 31 ઓક્ટોબર 2020 સુધી રિલાયન્સ કેપિટલ પર આશરે 20000 કરોડ રુપિયાનું દેવું ચઢી ગયું હતું.

વર્ષ 2016માં રિલાયન્સ જિયોએ ટેલિકોમ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. ત્યારથી આ 4 વર્ષોમાં પ્રથમ વખત એરટેલે જિયોને પડકાર આપ્યો છે. મહિનાના આધારે ગ્રાહકો જોડવાના મામલે એરટેલ જિયો કરતા આગળ નીકળી ગઇ છે. જિયોના આગમન બાદ ઘણી ટેલિકોમ કંપનીઓએ તેમનો બિઝનેસ આટોપી લીધો હતો. જ્યારે કેટલી કંપનીઓએ એક બીજા સાથે મર્જર કરી લીધું છે. ત્યારે હવે મુખ્યત્વે જિયો, એરટેલ ઉપરાંત વોડાફોન-આઇડિયા છે. જેમાં ગ્રાહકોના મામલે રિલાન્સ જિયો 40.41 કરોડ ગ્રાહકો સાથે પ્રથમ સ્થાને છે.

Leave a Reply

Your email address will not be published.